________________
૧૬
ઉપગુતે કહ્યું: “વિચારીને પછી કહીશ! ”
ત્યારબાદ ઘણા દિવસો નીકળી જાય છે. વેશ્યાને ચમ રોગ થાય છે અને તેનું શરીર સૌન્દર્ય સૂકાતું જાય છે. તે વખતના કાયદા પ્રમાણે એવા રોગીને નગર બહારની ખાઈમાં નાખી આવવામાં આવતું. તે બાઈને પણ ખાઈમાં નાખવામાં આવે છે. તે વખતે ઉપગુપ્ત ફરતા ફરતા ત્યાં આવે છે અને કહે છે: “લે, હું આવ્યો છું !”
બાઈ કહેઃ “હવે શું કહું ?”
પણ, ઉપગુપ્ત તેમની સેવા કરવામાં લાગી જાય છે. તેનો રોગ દૂર થાય છે અને શરીર સુધરી જાય છે. તેનામાં નવું જીવન આવે છે અને તે બાઈ સાધ્વી થાય છે. એક વેશ્યાની બદમાગણીથી પણ લભાઈ ન જતાં, ન ગભરાતાં એક સાધુ તેને ઉદ્ધાર કરે છે. આ એના લોકસંપર્કને નમૂને છે.
એવી જ રીતે ત્યાગમાં સાધ્વીઓ કેટલી આગળ હતી તેના ઉદાહરણ રૂપે શુભા નામની ભિક્ષણને દાખલો આપી શકાય. વનમાંથી તે એકલી ચાલી આવે છે. તે ભરયુવાન અને સેંદર્યવાન હોય છે. તે વખતે એક લંપટ માણસ સામે આવીને ઊભું રહે છે અને નફફટ થઈને કહે છેઃ “તારી આંખ તો બહુ કામણગારી છે. હું તને ચાહું છું.”
ભિક્ષુણ પરિસ્થિતિ માપી ગઈ જ્યાં પેલો કંઈ વધારે વાત કરવા જાય તે પહેલાં પોતાના નખ વડે આંખને ડોળા કાઢીને તેને આપતાં કહે છેઃ “લઈ લે.... !” લોહીની ધારા વહે છે. તે દશ્ય જોઈને પેલો નમી પડે છે. જે વિકારી હોય છે તે દાસ બને છે.
આવા લોકસંગ્રહના ઘણા દાખલા જોવા મળે છે. પણ બૌદ્ધ ભિક્ષુઓ એમાંજ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા તેમજ સંયમ આત્મસાધનામાં શિથિલ થઈ ગયા કે તેમને ભાગવું પડ્યું. એટલું જ નહીં અનાજના દુકાળના સમયે માછલીઓ-માંસાહાર વ. પણ તેમનામાં પ્રચલિત થઈ ગયા. લોકસંગ્રહ સાથે લોકકલ્યાણની કોઈ પણ વહેવારિક રોજનાના અભાવે તે ધર્મ મઠ-વિહારમાં આજે ગોંધાઈ રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com