________________
૧૫
“ नहि वैरेण वेराणि समंतीध कदाचन्
अवेरेण हि वेराणि समंतीह सनातन ।" ” એટલે કે વૈરથી વેર કદિ શમતું નથી, અવેર (પ્રેમ)થી જ વેર શમે છે. આમ શત્રુને પણ મિત્ર બનવાને તેમણે માર્ગ મોકળો કર્યો. બૌદ્ધ ધર્મની આજની સ્થિતિ
આમ બૌદ્ધ ધર્મો વૈદિક ધર્મના તદ્દન ગૃહસ્થાશ્રમના આદર્શ અને જૈનધર્મના એકાંત અધ્યાત્મવાદના આર્દશ વચ્ચેની ખાઈ પૂરવામાં સારો ફાળો આપ્યો. પણ મુશ્કેલી ત્યાં આવી કે લોકસંગ્રહ વળે તેમ સાધુએ રાજ્યના માલિક બન્યા; કાંતે રાજ્યના આશ્રિત બન્યા. તેમાંથી કાંતે પછી પરંપરાગત રૂઢિચુસ્તતા બંધાણી કાં પછી મોટા મોટા મઠો, વિહારોને પરિગ્રહ વધતે ચાલ્યો. વેદિક ધર્મ સન્યાસ ઉપર ઝોક આવ્યો અને એકાંત સાધના વધી કે પોતાનું જ કલ્યાણ કરવું. ત્યારે બૌદ્ધ ધર્મ વિશ્વકલ્યાણની વાત આપી પણ આત્મસાધના ભૂલી જવાય તે સ્થિતિ આવી. પરિણામે બૌદ્ધ ધર્મને માનનારૂં ચીન એકદમ સામ્યવાદી થઈ ગયું. ટિબેટમાંથી દલાઈ લામાને ભાગવું પડયું. જે ભગવાનને અંશ ગણાતે તેની આવી પરિસ્થિતિ થાય તે એ જરૂર વિચારવા જેવું તો છે જ.
બૌદ્ધ ધર્મને ફેલા ખાસ કરીને તેના સાધુઓ કેટલા લોકસંગ્રહી હતા તેને ઉપરથી ખ્યાલ આવી શકશે. તેના ઘણું સુંદર દ્રષ્ટાંત મળે છે. એમાનાં એક દાખલો નીચે પ્રમાણે છે.
ઉપગુપ્ત નામના સાધુ ઉપર કોસાંબી નગરીની એક વેશ્યા મુગ્ધ બની. એ વેશ્યા કોશાબીની સર્વમાન્ય હતી, રાજા-મહારાજા, શ્રીમંતો તેને ચાહતા. તેની કળા, સૌદર્ય, નૃત્ય વગેરે સહુથી ઉત્તમ હતાં. તે છતાં તેણે એકવાર ઉપગુપ્તને જોયો અને તેના ઉપર મુગ્ધ બની. ઉપગુપ્ત રૂપવાન અને વિદ્યાસંપન્ન હતા. યાવને ખીલેલું તેમનું શરીર સૌષ્ઠવ તે બાઈને ગમી ગયા.
વેશ્યાએ તેને વિનંતિ કરી, “આપ એકવાર મારે ત્યાં પધારે, હું તમારી સાથે રહેવા માંગુ છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com