________________
૧૯૭
નુંસાર”—પવિત્ર હોય તેને જ એ અધિકાર હતા. અનાધિકારી માણસ શસ્ત્ર વાપરે તો શું હાલત થાય ? વળી કાયદે સહુ કોઈ હાથમાં લઈને ફરે તે અનર્થ જ થાય. પરશુરામનો દાખલો લઈએ. એકવાર તેની માતા રેણુકા, ચિત્રરથરાજ અપ્સરાઓ સાથે જલક્રીડા કરે છે તે જોવા માટે રોકાય છે. ગાંધર્વનું રૂપ જોઈને તે આસક્ત થઈ જાય છે. એથી ઘેર મેડા પહોંચતાં હોમમાં મોડું થાય છે. તેથી ઋષિ જમદગ્નિ પૂછે છે, “કેમ મેડું થયું? તે તેણીએ ગલ્લાં તલ્લાં ક્ય, એટલે ઋષિને ક્રોધ ચઢ્યા. અને અષિ જમદગ્નિ પિતાના મોટા દીકરાને કહે છે : “ તારી માતાનું માથું ઉડાવી નાખ.”
છોકરે વિચાર કરે છે : “માતદેવોભવઃ પ્રથમ કહ્યું છે. પિતદેવભવઃ પછી છે.” એટલે તેણે ન માન્યું. બીજાને કહ્યું, તેણે ન માન્યું. ત્રીજાને કહ્યું કે તેણે પણ ન માન્યું. ત્યારે ચોથા પરશુરામને
હ્યું તો તેણે ચારેનાંય માથાં ઉડાવી નાખ્યાં. આ બનતાં તો બની ગયું પણ હવે શું કરવું? એટલે વિચાર થતાં, તેણે પિતાને વિનંતિ કરી કે તમારી બધી શક્તિ-સાધના વાપરીને બધાને સજીવન કરો. બધાને પિતા સજીવન કરે છે. આ બધાં રૂપકે છે. તેમાંથી સાર ગ્રહણ કરવાને છે કે તે વખતનું વાતાવરણ એવું હતું કે –
आततायिनमायांतं - हन्यादेवाविचारयन् આજ પરશુરામની એક બીજી વાત આવે છે, તે આ પ્રમાણે છે. એકવાર સહસ્ત્રાર્જુન રાજાએ જમદગ્નિ મુનિને સપરિવાર જમવા નેતર્યા. તેમાં ખાધ સામગ્રી સારી હેઈને ઋષિને લોભ લાગ્યો. તેમણે રાજાને કહ્યું: આવું સુંદર ખાધ કઈ રીતે મેળવ્યું ”
રાજાએ કહ્યું: “મારી પાસે કામધેનુ ગાય છે. એને આ પ્રતાપ છે.
ઋષિએ તે માગી. રાજાએ કહ્યું કે બીજુ કંઈક માગે! પણ, ઋષિની હઠ વધતી ગઈ. તેમને વિચાર ન થયું કે મારે આ પરિગ્રહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com