________________
અને બીજે કયાંક મન ન દોડાવવું. કહ્યું છે “અલ મામુતિ ' એટલે કે સ્ત્રી જયારે ઋતુમતી થાય ત્યાર પછી જ સ્ત્રીનો સંગ કરે તે પણ પુત્ર પ્રાપ્તિ માટે !” પેગ કરવા છતાં સંતાન ન થાય તે પણ તૃપ્તિ માનજો. આવું રહસ્ય વૈદિક લગ્ન પ્રયામાં બતાવવામાં આવ્યું છે.
શંકરાચાર્યના જીવનને એક પ્રસંગ પણ સમજવા જેવું છે, તેઓ સાત વરસના હતા ત્યારે જ તેમણે બધું શાસ્ત્રજ્ઞાન મેળવી લીધેલું, નદીમાં એકવાર નાહવા ગયા. મગરે પગ પકડી લીધો. માતા કિનારે બેઠી જોતી હતી પણ કંઈ કરી શકતી ન હતી. શંકરાચાર્યે કહ્યું: “મારી એક વાત માન કે હું સન્યાસી થઈ જાઉ તે મગર પગ છોડી દેશે !”
મા કબૂલ થાય છે અને શંકરાચાર્ય સન્યાસી બને છે. પણ તેમનું ગૃહસ્થાશ્રમ સંબંધી જ્ઞાન અધુરૂ હોય છે. તેઓ એકવાર મંડનમિશ્ર સાથે વાદવિવાદ કરે છે. તેને ન્યાય કરવા તેમની પત્ની ઉભય બારતી હોય છે. મંડન મિશ્ર હારે છે ત્યારે ઉભય ભારતી કહે છે:
સન્યાસીને તે એક જ અંગ હોય છે પણ ગૃહને બે અંગ હોય છે, પુરૂષ અને સ્ત્રી ! તમે એમને હરાવ્યા પણ મને હરાવે તે જાણું..”
કહેવાય છે કે શંકરાચાર્ય ઉભય ભારતી આગળ હારી જાય છે. એટલે કહે છે કે “મને સમય આપ! તમારા પ્રશ્નો ગૂઢ છે.”
ઉભય ભારતી તેમને સમય આપે છે. એટલે શંકરાચાર્ય પરકાયપ્રવેશની વિદ્યાથી રાજાના શબમાં પ્રવેશ કરી, ગૃહસ્થો બાબતનો અનુભવ લઈ આવે છે અને પછી જીતે છે. પછી શરત પ્રમાણે મંડન મિશ્ન અને ઉભય ભારતી અન્યાસ ગ્રહણ કરે છે - આ બધા દાખલાઓ આપવાનું કારણ એ છે કે ભોગ ઉપર કેવી રીતે નિયંત્રણ કરવું એ વિચારવાનું છે. રામકૃષ્ણ પરમહંસ પરથી છતાં પરમહંસની સમાન રહ્યા. કહેવાની મતલબ એજ કે કેવળ સ્ત્રીને ત્યાગ કરવાથી સન્યાસી થવાતું નથી! પણ સ્ત્રી પાસે હોવા છતાં જાતીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com