________________
૧૭૭
લગ્ન પ્રથાને આદર્શ હતા. સન્યાસ લેતાં પહેલાં ગૃહસ્થ જીવનની સંપૂર્ણ ફરજ બજાવવી જોઈએ એવું સ્વીકારવામાં આવ્યું હતું. ગૃહસ્થધામ પાળ:
આને સુંદર દાખલો રામાનુજાચાર્યની પરંપરાના રામાનંદ સ્વામી, જે કબીરના ગુરું થાય તેમના જીવનમાંથી મળે છે. તેઓ કાશીથી રામેશ્વર જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી પસાર થતાં આનંદી નામના ગામે આવે છે. ત્યાં બીજા ભાઈ બહેને સાથે રૂકમણીદેવી પણ તેમના દર્શને આવે છે મહારાજ તેને આશીર્વાદ આપે છે. “પૂત્રવતી ભવ !”
કઈકે કહ્યું: “સ્વામીજી ! એમના પતિ તે સન્યાસી થઈ ગયા છે ”
સ્વામીજી તે વખતે તે કંઈ ન બેલ્યા પણ, જ્યારે કાશી પાછા ફર્યા ત્યારે પેલા સન્યાસી ચૈતન્યાશ્રમને મળ્યા. ચૈતન્યાશ્રમે પૂછ્યું: “કેમ મારું શું કામ છે?”
રામાનુજાચાર્યે કહ્યું: “આવી રીતે સન્યાસ ન લેવાય ! ગૃહસ્થાશ્રમની ફરજો બજાવવી જોઈએ !” આમ કહી તેને આશીર્વાદ આપી પાછો ગૃહસ્થાશ્રમમાં મોકલે છે, આ સન્યાસીને ઘરે ગયા બાદ ચાર પૂત્રો થાય છે, નિવૃત્તિ, જ્ઞાનદેવ, સંપાન અને મુક્તાબાઈ કહેવાનો અર્થ એટલો છે કે જાતીય વાસનાનું ઉપશમન સંપૂર્ણ રીતે ન થાય ત્યાં સુધી સાધુતા ન લેવી એવો તે વખતે આદર્શ હતો.
આ છતાં પણ આદર્શ રૂપે લગ્ન પ્રથામાં સંસારમાં રહેવા છતાં નિલેપ રહેવાનું જણાવવામાં આવ્યું. શ્રી કૃષ્ણ અનેક પત્નીઓની વચ્ચે રહેવા છતાં બ્રહ્મચારી કહેવાયા! અનેક કર્મો કરવા છતાં નિષ્કામ ભેગી કહેવાયા છતાં લગ્ન જીવન માટે અર્થકરણીયુકત વેગીનું જીવન ન થાય. ત્યાં તે મર્યાદા પુરૂષોત્તમ રામનું જ થાય કે એક પત્ની વતને પાળવું
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com