________________
૧૭૫
.. વૈદિક ધર્મમાં લગ્ન અને સામાજિક જીવનમાં જે પદ્ધતિસરની વિચારણા અને સંશોધન થયાં છે તેમ બીજામાં થયાં નથી. હજરત મહંમદ પિતાનાં કરતાં મેટી ઉમ્મરની વિધવા સ્ત્રી સાથે પરણે છે. ત્યારે વૈદિક પ્રથા પ્રમાણે વર-વધુ વચ્ચેની વય-મર્યાદા બાંધવામાં આવેલી છે; પુરૂષની ઉમ્મર માટી સ્વીકારવામાં આવી છે.
એવી જ રીતે ઈશુનું જોઈએ તો તે પરણતા જ નથી. તેમજ તેમને જન્મ માતા મરિયમના પેટે કુંવારી અવસ્થામાં થાય છે. આ પરસ્પર વિરૂદ્ધ લાગતી વાત છે. તેને કોઈ ખુલાસો મળતું નથી.
ઘણું એમ કહેશે કે વૈદિક ધર્મમાં પણ કુંવારી અવસ્થામાં પુત્ર થયાનું આવે છે. દા. ત. કુંતીને કર્ણ થાય છે. એ જમાનામાં તે એ વસ્તુને લેકે સરળતાપૂર્વક લેતા હશે, એમ માનવું રહ્યું. પણ, મહાભારતમાં પતિથી પત્નીને સંતાન ન થાય તે અંગે કુતી તેમજ ચિત્રવીર્ય વિચિત્રવીર્યની પત્નીઓના : નિયોગ'ની વાત જરા ધ્યાન માગે એવી છે.
તે વખતે પુત્ર ન થાય તે શ્રાદ્ધ કોણ કરે-પિંડ કોણ આપે ? એવી ભાવના હતી. એટલે કુંતીને પાંડુ રાજા પરણે છે પણ તે જે સંભોગ કરે તે પાંડુ રાજાનું શરીર નષ્ટ થાય, તેમ હોય છે. એટલે તેમણે કુંતીને અન્ય પુરુષ સાથે “નિયામ” કરવાની છૂટ આપી. તે વખતે કુતી કહે છે: “આ બરાબર નથી. આપણે પ્રજા માટે લગ્ન
ર્યા નથી!” પણ રાજા “ પુત્ર રતનતિ” વાળી વાતમાં માનતો હોઈ છૂટ આપે છે.
એ જ એક પ્રસંગ ચિત્રવીર્ય અને વિચિત્રવીયને છે. જ્યાં તેમની માતા મત્સ્યગંધા અગત્ય ઋષિ પાસે વિર્યદાન માગે છે. આ ઉપરથી લાગે છે કે પુત્ર થવા માટે અન્ય પુરુષનો “નિયાગ” કરવાની તે વખતે છૂટ અપાતી અને તેને ખરાબ ન મનાતું.
પણ, આવી છૂટ સ્ત્રીઓને ગમે કે ન ગમે; પણ સંતાનને આટલું બધું મહત્ત્વ આપવું કે નહીં તે પ્રશ્ન તે વખતે માનવસમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com