________________
૧૭૪
ગૃહસ્થાશ્રમ એટલે કે બ્રહ્મચર્યાશ્રમ બરાબર પાળો અને પછી ગૃહસ્થાશ્રમને શોભાવો. એનો અર્થ એ થયો કે જાતીય-વૃત્તિને સંતેવી ખરી. પણ તે કેવળ સંતાન નિમિત્તે ! રધુવંશમાં કહેવામાં આવ્યું– સંતાનાગ ૨ પુનમ' માત્ર સંતાન નિમિત્ત જ મૈથુનસેવન હેઈ શકે.
આ બધા સુત્રો દ્વારા ભગવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકો. પણ સંતાન પ્રાપ્તિ ઉપર નિયંત્રણ ન મૂકો. એને માટે સૂત્ર આપ્યું“ના સંતાનતંતું–મવચ્છેસી:” એટલે કે “સંતાન પરંપરાને ઉછેદ તું કરતે નહિ.” અપુત્રની ગતિ નથી :
ત્યાં વળી વિચાર આવ્યો કે ધર્મપૂર્વક પત્ની તે કરી પણ તે સુંદર નથી. મનગમતી નથી તે પુરુષનું મન બીજે ગયા વગર ન રહે તે માટે બીજું સૂત્ર આપ્યું કે –
अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गा नैवच नैवच । तस्मात पुत्रमुखं दृष्टवा पश्चात् धर्मनु समाचरेत् ॥
એટલે કે વિધિસરની પત્ની વડે જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી પુરુષને ગતિ થતી નથી; સ્વર્ગ તે મળતું નથી. તેમજ પુત્રનું મુખ જોયા પછી જ ધર્મનું સારી રીતે આચરણ તે કરી શકે છે. આમાં ગતિ શબ્દ એટલે કે વંશ-પરંપરા કામ કરવાની વાત આવી છે. તેની સાથે જ; પરણીને કોઈપણ કારણસર ભાગી ન નીકળવું; સ્ત્રીને પડતી ન મૂકવી એટલે આ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો.
આનું પરિણામ એ આવ્યું કે સંતાન વગરનાં પત્ની-પતિનીકળ્યાં હોય તે લોકો કહેવા લાગ્યા કે “વાંઝિયાનું મોટું ન જેવુ!” સામા મળે તે અપશુકન ગણાવા લાગ્યા. આના અનુસંધાનમાં મહાભારતમાં કેટલાક કિસ્સા આવે છે. આ કિસ્સાઓ સાથે તત્વની રીતે વિચાર કરવાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com