________________
આ “અહ” જ્યારે ઉશ્કેરાટનું રૂપ પકડે છે ત્યારે તે ઝનૂન બને છે અને ધર્મ–ઝનૂનના કારણે માણસ માણસ વચ્ચેના સંઘર્ષો એટલાં ઉગ્ર બન્યાં છે કે તેને ઇતિહાસ વાંચતા ખુદ માણસ કંપી ઊઠે છે. કેવળ ભારતમાં જ હિંદુ-મુસ્લિમ હુલ્લડે થયાં છે એવું નથી; યુરેપમાં પણ એ વાત ઠેર ઠેર જોવા મળે છે. ક્રિશ્ચિયન અને બિનક્રિશ્ચિયને, કેથોલિક અને પ્રોટેસ્ટ ટે; વચ્ચેની લડાઈઓ અને છેવટે યહુદીઓ ઉપર જે રીતના જ ગુજારવામાં આવ્યાં છે તે ઈતિહાસનું એક કાળું પાનું છે. ક્રિશ્ચિયન અને મુસલમાને વચ્ચેની લડાઈએ; પરાણે ધર્મ પરિવર્તન આ બધી બાબતેના કારણે ધર્મ ઉપર લોકોને અણગમો આવે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત ઘમને વેશ ધારણ કરી ઘણું ખોટા તક સાધુઓએ જૂઠ, ફરેબ, લૂંટ, પાપાચાર વગેરે ઘણું ચલાવ્યાં છે. આ કારણે વિચારકેની શ્રદ્ધા ધર્મ ઉપરથી ઊઠી જાય એ સ્વાભાવિક છે. લોકમાનસ ઉપર તેણે વિરૂદ્ધ છાપ પાડી છે અને પરિણામે રશિયાને ચીન જેવા દેશની આખી વસતિ સામ્યવાદી બની ગઈ છે.
આમ એક બાજુ ઘર્મ ઉપર લોકોને એટલો બધે અંધવિશ્વાસ છે કે તેઓ બીજા ધર્મ–સંપ્રદાયવાળાને માણસ માનવા તૈયાર નથી, હિંસા, સંઘર્ષ, જુલમ વ, કરવા સુધી તૈયાર થઈ જાય છે. જ્યારે બીજી બાજુ ધર્મને નામે ચાલતાં આ અનિષ્ટોને જોઈને કેટલાક લોકો ધર્મ, ધર્મગુરૂ, ઈશ્વર કે ધર્મગ્રંથ વ. ને નાબૂદ કરવા મથી રહ્યા છે. તેઓ ધર્મના કલ્યાણકારી તત્વને પણ માનવા તૈયાર નથી. આ બે છેડા છે. આ બન્ને છેડા જગતની સુખશાંતિને નાશ કરે છે.
આ બને છેડાને દૂર કરવા હેય; તે ઉચ્ચ કેટિના વિચારકો માને છે કે જે મુખ્ય આદર્શો ઉપર નવાં સમાજે-ધર્મસમાજે રચાયા તેમને સમન્વય થવું જોઈએ. એ સમન્વય થતાં માનવીય ભાવનાઓને ઉપર આવવાની તક મળશે. ધમધતાને પડદો હતાં; બીજા ધર્મનાં સારાં તત્તનું દર્શન થશે. પરસ્પર વિરોધી લાગતાં બળે ભેગાં થશે અને અન્ય ધર્મ પ્રતિ જે ઉપેક્ષા, દ્વેષ કે સંઘર્ષની ભાવના છે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com