________________
૧૫૬
“લગી થયેલી છે. મણિભાઈ કલાપી, બાપુ અને સંતબાલ આ બધાના નિમિત્તે થયેલી એકતા અને સંતબાલ નિમિત્તે આવેલી અનુબંધ વિચારધારાએ દેશ અને દુનિયામાં સર્વધર્મ સમન્વય સાધેજ પાર થવાનું છે.” કેટલાક ખુલાસાઓ :
પૂ. શ્રી. સંતબાલજીએ થોડા ખુલાસાએ આપ્યા હતા :–
(૧) ભગવાન ઋષભદેવનું નામ જૈન, હિંદુ અને બૌદ્ધ ત્રણેને માન્ય છે. તે સર્વધર્મ સમન્વય છે. દંડવામીજીએ ઈબ્રાહીમનું નામ લઈ તેમાંથી “અબ્રાહ્મણ” અર્થ તારવીને ભગવાન ઋષભનાથને ઘટાવ્યા. તે પયંગબરને તો ખ્રિસ્તી ધર્મ પણ સ્વીકારે છે.
(૨) મારા નમ્ર મતે જે ઈસ્લામી કુટુંબ દેશના બલિદાન યજ્ઞમાં હેમાયાં અને નજીક આવ્યાં; તે બધાનું ગાંધીજી ગયા બાદ આપણું તરફ વધુ લેણું છે. જે તેઓને આપણે દિલથી એક પાક-ઈસ્લામી તરીકે ન અપનાવીએ તે આપણે એવા ગુનેગાર ઠરશું કે જેને ઈશ્વર કહે કે કુદરત કહે સહેજે માફ નહીં કરે ! કોણ જાણે કેમ પણ કુરેશી કુટુંબ જેવાં ઈસ્લામી કુટુંબ ઉપર મને તે ખૂબજ સદ્દભાવ ફરે છે. આપણે સૌ ઈસ્લામી જગતથી વધુને વધુ નિકટમાં આવીએ એની આજે ' જગતને અનિવાર્ય જરૂર છે.”
(૧૩–૧૧–૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com