________________
૧૫૦
ન્યાયના રક્ષણ કરવાની વાત કરી. તેમણે કેવી રીતે યુદ્ધ કર્યું–શું થયું તે કહેવાનું. અત્યારે પ્રસંગ નથી પણ અહીં સામાન્યત કેવી કપરી પરિસ્થિતિમાં મુહંમદ સાહેબને કાર્ય કરવાનું હતું, તેમણે કેટલે હદ સુધી ક્ષમા રાખી હતી તેને ખ્યાલ આવી શકશે. ધર્મની રક્ષા માટે રામ અને કૃષ્ણ પણ તલવાર ઉપાડી જ હતી. એવી જ રીતે મુહંમદ સાહેબને પણ ઉપાડવી પડી હતી. સદેશ અને વિધિનિષેધની વાતે
મુહંમદ સાહેબે વિધિનિષેધની ચાર વાતો આપી, પણ સંદેશો એક જ આપે. આ ચારે વાતે જે હૃદયથી સ્વીકારે, વાણીથી સ્વીકારે અને અમલમાં મૂકે તે મુસલમાન છે. ચાર વાતે આ પ્રમાણે છે – નમાજ, રોજા, હજ, અને જકાત.
નમાજમાં ઇશ્વરની સાથે સીધે સંબંધ બંધાય છે. તેમાં પિતાની તુચ્છતા જાહેર કરીને જીવનને નમ્ર બનાવાય છે. દિવસમાં પાંચ વખત નમાજ પઢવાનું હોય છે. ત્યાં ઈશ્વરને સંબોધીને કહેવાય છે. “ તારી આગળ હું તુચ્છ પ્રાણી છું.” એમ કહી પિતાનું હૃદય ઉઘાડું કરાય છે.
- “સૂરે ફાતેહા ” – ( ખુલ્લાં કુરાન)માં સાત આયાત ( કો) છે. દરેક મુસલમાનને નમાજ પઢતી વખતે આ સાત આયાત કહેવાની હોય છે. (૧) પહેલી આયાતમાં છે કે “ હું આ બ્રહ્માંડેના રચનાર સર્જનહાર અલ્લાહની સ્તુતિ કરૂં છું. (૨) બીજીમાં છે કે અલ્લાહ કેવો છે? રહેમાને રહીમ! કપાળ અને દયાળ છે. આ બન્નેમાં છેડે ફરક છે. આપણે જો ઉપર તેની કૃપા તો એક સરખી છે; પણ રહેમ એટલે જ્યારે કોઈની ભૂલ થાય છે ત્યારે તેને ઉગારી લે છે. (૩) ત્રીજી આયાતમાં અલ્લાહને “માલિકે ચોખ્ખદિન” માન્યો. એટલે કે કયામતના દિવસે ન્યાય કર્તા માલિક માન્યો. એટલે સારા-નરસાન ન્યાય તેનામાં માને. (૪) ચોથી આયાતમાં સત્યની ઉપાસના દઢ રહેવાનું કહ્યું છે. તેને કૃપાળુ દયાળુ અને ન્યાય કરનાર માન્યો પણ પુણ્ય પાપ શું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com