________________
૧૪૯
ઉશ્કેરાઈ જાય છે. ખૂન કરવાની ચેતવણું આપે છે. બન્ને બાજુ ઉશ્કેરાયેલી તાર ખડી છે. બાપુ પ્રાર્થનામાં તલ્લીન થઈ જાય છે! કોણ જાણે શું થયું? બધાના દિલમાં બીજાની વૃત્તિ આવી જાય છે અને સહુ બાપુના અનુયાયી બને છે. ધર્મઝનૂનને પડદે હટાવ્યો:
એક દિવસ એવો હતો કે જ્યાં સુધી ઉમર ઈસ્લામ ધર્મને સ્વીકાર ન કરે ત્યાં લગી કાબામાં જઈને નમાજ પઢવાની કોઈની હિમ્મત ન હતી. મુહમદ સાહેબે વાત તે તેજ કરી હતી જે જના ધર્મવાળા કરતા હતા. પણ ધર્મ ઝનૂનના કારણે કેટલીક વાતો ઉપર પડદો પડી જાય છે. અગાઉ મેં ઈશ્વર, અલ્લાહ અને ગેડને દાખલો આપે જ છે. એવી જ રીતે “અલ્લાહ અકબર” કે “હરહર મહાદેવ” એ બન્નેને અર્થ તે “ઈશ્વર મોટો દેવ છે” એજ થાય છે પણ લોકોને એ રીતે કોઈ ધર્મગુરુઓ સમજાવવા પ્રયત્ન કરતા નથી, અને પરિણામે એ અંગે બાઝવામાં ધર્મને પ્રભાવ ગણાવ્યું એ ખોટું છે. દ્રાક્ષ કહે કે અંગુર બન્ને સરખાં છે. એવી જ રીતે ભાષા ભેદનું હિંદુ મુસ્લિમ વચ્ચેનું છે.
મુહંમદ સાહેબે જનતાને આ સત્ય સમજાવવા માટે ૪૦ મા વર્ષથી પ૩ માં વર્ષ સુધી આ સાધના કરી. એ ગાળામાં તેમને મકકાથી હિજરત કરીને મદીનામાં જવું પડ્યું. પિતાનું ઘર, કુટુંબકબીલા બધાને છોડવું પડયું. મદીનામાં મુહંમદ સાહેબ ઉપર થતાં આક્રમણને રોકવા માટે યુધ્ધ થયાં. તેમને ખતમ કરી નાખવાના પ્રયત્ન થયાં; પણ તેમણે બેધડક થઈને ખુદાને સાચે પયગામ આપવો ચાલુ જ રાખે. પરિણામે તેમના અનુયાયીઓ ઉપર સીતમ ગુજાર શરૂ થયો.
હવે પ્રશ્ન એ આવ્યું કે આક્રમણકારીઓને રોકવા કે નહીં! એ આઠમણુને બચાવ કરે કે કાયર થઈને ચૂપ પડયા રહેવું ! કોઈપણ ધર્મ કાયર બનીને અન્યાય સહેવા માટે તે કહેતો નથી. આક્રમણ કરવાની તેમણે રીત બદલી અને પિતાની કુરબાની કરીને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com