________________
૧૪૭
શી દશા થાય છે? જેમ રામચંદ્રજીને ચૌદ વર્ષને વનવાસ ભોગવે પ; પાંડવોને ૧૩ વર્ષ વનવાસના ભોગવવા પડયા હતા તેમ મુહંમદ સાહેબે પણ આ તેર વર્ષ ઘરબારથી દૂર રહીને ગાળ્યા હતા. એટલે તેમને પાછા વળતાં દરેક સ્થળેથી ફિટકાર, ધિક્કાર યાતના અને ત્રાસ મળે છે.
આજ અરસામાં તેમને ખુદાન ગેબી અવાજ સંભળાય છે અને તેઓ એને પ્રચાર કરે છે. તેથી ગણત્રીના અનુયાયીઓ, પણ વિરોધીઓ ઘણ. જે કોઈ “લાઈલ્લાહ, ઈલલાહ” કહે તેને ધખધખતી રેતી ઉપર સેવામાં આવે. કાબામાં જ્યાં અનેક દેવ-દેવીઓની માન્યતા ચાલતી હોય ત્યાં તેમની એક ઈશ્વરની વાત કોણ સાંભળે? તેમને મારી નાખવા સુધીની ધમકીઓ આપવામાં આવે છે. એ દેવી પ્રસંગ!
મુહંમદને ધર્મ પાળે તેનું ખૂન કરવાની વાતે ચાલે છે. મકાને એક યુદ્ધો ઉમર પ્રતિજ્ઞા કરે છે જે મુહંમદનું માથું લઈ આવશે તેને ૧૦૦ કાબાનું પુણ્ય થશે. હું પણ એનું માથું નહીં લઈ આવું ત્યાં સુધી તલવાર મ્યાન નહીં કરું !”
ચારે બાજ લોકો ઉમરના નામથી પ્રજતા. આ વખતે મુહંમદ સાહેબને આશ્ચય કોણ આપે ? એમના ધર્મને ટેકો પણ કોણ આપે ? પણ એજ ઉમરની બહેન મુહંમદ સાહેબને માનતી હોય છે; “લાઈલાહ ઈલિલાહ” કરતી હોય છે. - ઉમર બહેનને ત્યાં જાય છે. તેને લાઈલાહ ઈલિલાહ કહેતી સાંભળે છે અને પૂછે છે “તું શું કહેતી હતી ?”
બહેન કુરાનની આયાતે સંભળાવે છે. તેથી ગુસ્સે થઈને મારવા દોડે છે. બહેન કહે છે: “તું મારે છે શા માટે? સાંભળ તે ખરે!”
ઉમર આમતે વીર અને સત્ય શેધક હતા. તેને આયાત સાંભળી ભાન થાય છે. બહેન કહે છે : “ભાઈ મારા ! તું જે માણસને મારવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com