________________
પણું કઈ લહાવો લેતા નહીં. એ પુત્રીને દૂધ પીતી કરી દેવામાં અગર ખાડામાં નાખવામાં ભારે ગૌરવ લેવાતું હતું. એવા પછાત સ્ત્રી વર્ગ માટે મુહંમદ સાહેબે કહ્યું: “તારે સ્વર્ગ શોધવું હોય તે માતા (સ્ત્રી જાતિ)ના પગમાં છે. જેટલા અધિકાર પતિના છે તેટલા જ અધિકાર પત્નીના છે. જે આ કાયદાનો ભંગ પતિ કરશે તે તેને શિક્ષા થશે.” આ ઉપરથી તે વખતે મુહંમદ સાહેબે કરેલા સુધારાની કિંમત જણાશે.
૨૫ વર્ષને યુવક મુહંમદ એક શ્રીમંત બાઈને ત્યાં વેપારી પેઢીમાં નોકરી કરે છે. એ બાઈનું નામ ખતી જા. એને પતિ ગુજરી ગયા હતા. મુહંમદ સાહેબ એને ધંધા રોજગાર ચલાવતા હતા. તે બાઈ તેમના કારોબારની છાની તપાસ કરાવે છે. તે છાની તપાસ કરનાર વ્યકિતઓને પૂછે છે: “મુનીમજી કેવા છે? ધંધામાં ગોલમાલ તે કરતા નથી ને? બરાબર કામ કરે છે ને ?”
તે વ્યક્તિઓ કહે છે : “ અમારી પાસે એના ગુણો કહેવા માટે શબ્દો નથી. બહુ જ કાર્યકુશળ, ઇમાનદાર, ચારિત્ર્યવાન અને ખંતીલા છે.”
તે વર્ષે સારી પેઠે નફે થયો. બાઈ એ વિચાર્યું કે આ મહેતાજી ધંધામાં નિપૂણ, ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ છે. શા માટે એમને મારી સંપત્તિના માલિક ન બનાવી દઉં? અરબના તે વખતના નિયમ પ્રમાણે
સ્ત્રી એકલી ન રહી શકે! એટલે ૪૦ વર્ષની એ બાઈએ ૨૫ વર્ષના મુહંમદ સાહેબને કહ્યું : “તમે મારી સાથે લગ્ન કરશે?”
જેમને મુસલમાનના કૂળને ખ્યાલ હશે તેમને આશ્ચર્ય થશે કે કયાં એક કુરેશ કુટુંબને નેક જુવાન નબીરે? કયાં યાત્રાનું ધામ મકા અને મકકાની અંદર કાબામાં હાસિમ કુટુંબની એક ૪૦ વર્ષની વિધવા ? તે પરણવાનું કહે! પણ, મુહંમદ સાહેબ એને સ્વીકાર કરે છે. પચાસ વર્ષની ઉમ્મરે એ બાઈ ગુજરી જાય છે, અને પછી મુહંમદ સાહેબની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com