________________
૧૨૨
વણજ હતી. ધર્મગુરુ એજ રાજા હોઈને રાજ્ય અને ધર્મ એક થઈ ગયા. અલી હજરત જે મુહંમદ સાહેબના જમાઈ થતા હતા તેમણે ખલીફા હોવા છતાં જે ઉપદેશ આપે તેથી રાજ્ય અને ધર્મ મળી ગયા. ખ્રિસ્તીઓના સમયમાં રાજ્યાધીન ધર્મ બન્યો. અહીં ધર્માધીન રાજ્ય બન્યું પણ લોકસંગઠને બાકી રહી ગયાં. રાજ્યને શુદ્ધ કરનારા તરવ ધર્મની અસર ઊઠતી ગઈ. પરિણામે અતિ હજરતના બે દીકરા ઈમામ હસેન અને ઈમામ હુસેનને સહન કરવું પડયું. હજરત સાહેબના કુટુંબી સુઆવિઆના પુત્ર યઝદે બહુ જુલ્મ કરવા માંડશે. તેણે આ બે ભાઈને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. તેણે હસનને ઝેર આપ્યું અને હુસેન નાસી છૂટયો. તે પહેલાં જે કે તેણે લડાઈ આપેલી પણ ઘાયલ સૈનિકોને મૂકીને તે કરબલામાં જાય છે. ત્યાં ખૂબ તરસ લાગે છે. બેબો ભરીને જ પાણી રહ્યું હોય છે. ત્યારે તેમને પોતાના સાથીઓ વાદ આવે છે કે તેઓ પાણી વગર તરફડીને મર્યા અને હું કેમ પાણી પી શકું ! હુસેનની પિતાના ભાઈઓ માટેની આ જબર્દસ્ત કુરબાની હતી, તેની યાદમાં આજે પણ તાજિયા નીકળે છે અને મુસલમાન લોકો મરશિયા ગાતાં “હાય હુસેન યા હુસેન” કરીને છાતી કુટે છે અને પાણું છાંટે છે. બીજાની સાથે આત્મીયતા કેળવનાર એ વ્યક્તિની કુરબાનીના નામે આજે તે તેના પ્રતીક રૂપે બિચારા બકરાને કાપીને કુરબાની ચઢાવવામાં આવે છે આ પાછળથી આવેલી લોક-મૂઢતાજ છે. ઈસ્લામને સૂફી વાદ:
બલખ પ્રાંતના બાદશાહ ઈબ્રાહીમ આદમ થઈ ગયા. તેમણે ઈસ્લામને સંદેશ ત્રણ વિભાગમાં આપ્યો છે. શિયા, સુન્ની અને સૂફી. સૂકી ઓલિયાઓ ઉપર વેદાંતની અસર છે. આ સંપ્રદાય અદ્વૈત તત્ત્વ ઉપર બહુ જોર આપે છે. એમાં જે એલિયાએ, સંત થઈ ગયા તેમણે ઘણું પવિત્ર જીવન જીવ્યું છે.
ઈસ્લામમાં હિંદુઓની જેમ પવિત્ર ગૃહસ્થાશ્રમ ઉપર ઘણે ભાર મૂકવામાં આવ્યો છે. એટલે ઈસાઈમાં જેમ સાધ્વીઓ છે તેમ કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com