________________
૧૨૧
જલ્મ થયો. ભાલાની અણી ઉપર તેમને સુવડાવ્યા. બિલાસ નામના એક હબસીને ગરમ રેતીમાં શેકી નાખવામાં આવ્યો. ત્યારે હજરત સાહેબે વિચાર્યું કે હું ક્ષમા ધારણ કરી શકું... પણ મારા કારણે લોકોને અસહ્ય યાતનાઓ સહેવી પડે તે સારું નથી. એટલું જ નહીં, આવી નિર્માલ્ય-શાંતિને કોઈ અર્થ નથી. જે શાંતિ સામા માણસના અન્યાયને ટાળી શકતી હોય તે સારી વાત, નહીંતર તલવાર ઉપાડવી જોઈએ. એવા વિચારથી પ્રેરાઈને મુહંમદ સાહેબે તલવાર ઊપાડી. ધર્મ ઉપર જ્યારે આક્રમણ થાય ત્યારે કોઈ ચૂપ ન બેસી રહે. જૈન મુનિ કાલિકાચાર્ય ઠેઠ અફઘાનિસ્તાન જઈને, વિદેશીઓની સહાયતા લાવીને ગદિલભ રાજા સાથે લડયા જ હતા. એટલે તેમણે ધર્મ યુદ્ધ નહીં પણ ધર્મ ઉપર થતા અત્યાચારોનો પ્રતિકાર કરવા “જેહાદ” ઉપાડી. તે આંદોલન સીરિયાની ઉત્તરથી શરૂ થયું તે ઠેઠ હિન્દી-મહાસાગર સુધી લંબાયું.
આ જેહાદની પાછળની ભાવના ખરી રીતે સમજવામાં આવતી નથી. બાદના ખલીફાઓ રાજ્ય અને ધર્મને મેળવી દેતા. તેમણે ધર્મના નામે પ્રદેશ જીતવાની સ્વાથી ભાવનાને “જેહાદ”માં ખપાવી, પરિણામે મુસ્લિમ હુમલાખોરો-લૂંટારાઓને એક સળંગ ઈતિહાસ આલેખાયેલો છે. પણ ખરેખર તો ધર્મ કે ન્યાય સિવાય ઇસ્લામમાં કયાંયે લડાઈ કરવાનું સૂચન નથી. એટલે જ કરીને સ્થિર થયેલા મુસ્લિમ રાજ્ય લડાઈની વાતે કરતા નથી. અંગ્રેજોએ ભેદભાવની નીતિ અપનાવી ઝનૂનનું ઝેર ખૂબજ રેડયું હતું અને હિંદના બે ભાગલા થયા. ભારત અને પાકિસ્તાન, પાકિસ્તાને ઈસ્લામના નામે તૂત વહેતું તો મૂક્યું પણ તેને બહુ ટેકો મળતો નથી. આખા વિશ્વને ઈસ્લામી બનાવવાની અને ઈસ્લામી રાષ્ટ્રનું એક સંગઠન કરવાની વાતને અન્ય મુસ્લિમ રાષ્ટ્રોનો ટેકો ન મળે. ઈસ્લામ રાજ્ય આશ્રિત કેમ થયું? . ઈસ્લામ રાજ્ય આશ્રિત કેમ થયું તેનું કારણ રાજ્ય વધારવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com