________________
૧૧૫
પડે તે ઈશ્વરની સાક્ષીએ આપે. વ્યકિતગત ષ માટે નહીં, પણ સામાજિક ન્યાય માટે તેમ કરવું પડ્યું છે તેવો ઇશ્વરની હાજરીમાં એકરાર કરે. ઈસ્લામે ન્યાયને મહત્વ આપીને યોગ્ય કાર્ય કરવાનું કહ્યું.
મુસાને અને ઇશુને માર્ગ એટલો બધે અથડાતો હતો કે ત્યારે ધર્મના નામે ર૭ વાર ધર્મયુદ્ધો થયા હતા. એકોત બદલો લેવાની રીત કે ક્ષમા આપવાની રીત એ બન્ને વહેવારિક બની ન હતી. ઈશુના સિધ્ધાંતમાં “ડાબા ગાલે તમાચે મારે તે જમણે ધર” એ વાક્ય હતું પણ ત્યાંથી આગળ વધીને જે બેશરમ થઈને કઈ જમણું ગાલે પણ મારે તે શું કરવું એ પ્રશ્ન હતો. જેને ઉત્તર મુહંમદ સાહેબે ઇસ્લામધમ રૂપે આગે હતા. . આઠ આદેશે :
કુરાનમાં નજજાસી બાદશાહને હજરત મુહંમદ પયગંબરે જે આઠ આદેશ આપ્યા છે તે વિચારવા જેવા છે. તેમણે કહ્યું :
(૧) ખુદાને માને: બધું ભૂલી જાવ ! આટલું યાદ રાખો કે ખુદા એક જ છે. તેને જ પૂ–બીજા બધા ગૌણ છે. “વિમિર્ચ
માન રુર રહીમ ! ” અલ્લા તાલા એજ મોટા દયાળુ છે–દયા યાચવી હોય તો તેની યા, અન્ય દેવની નહી. જીવનમાં ખુદાઈ તત્વ આવવું જોઈએ, અભિમાન હશે ત્યાં સુધી ખુદા આગળ સાફ થઈ શકશે નહીં.
(૨) સત્ય આચારે : જીવનમાં ખુદાઈ આણવા માટે ખુદી” અહંકારને ત્યાગ કરી સત્ય આચરે. બંદગી માટે પવિત્ર બને –પવિત્ર ના બને ત્યાં સુધી બંદગી નહીં થાય.
(૩) પાડોશી હકક જાળ : બીજા ઉપર વધારેમાં વધારે રહેમ કરે તમે જે ખુદા પાસે રહેમ ઈચ્છો છો તે તમારાથી નાના છે; ઓછી શકિતવાળા છે; ઓછાં સાધનવાળા છે તેમના તરફ રહેમ રાખો અને તમારા પાડોશી ઉપર પ્રેમ રાખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com