________________
" [૯] ઇસ્લામની વિશેષતાઓ
આ અગાઉ જગતના મુખ્ય ધર્મોની વિશેષતાઓ તેમ જ તેમની સ્થાપનાના ઊંડાણની વિચારણામાં આપણે ઇસ્લામ ધર્મના ઊંડાણમાં વિચાર કરી ગયા છીએ. અહીં ઈસ્લામની વિશેષતાઓ શું છે તે વિચારશું.
કોઈપણ ધર્મ એકાએક ઊભું થતું નથી કે ય નથી. એવું જ ઈસ્લામનું પણ છે. હજરત મહંમદનું જીવન તપાસીએ, તે વખતની જનસ્થિતિનો તાગ મેળવીએ કે ભૌગોલિક સ્થિતિનો વિચાર કરીએ તે આપણી સમક્ષ ઈસ્લામની વિશેષતાઓ આપોઆપ પ્રગટ થશે.
મૂસા અને ઇશુના મધ્યસ્થ મહેમદ:
તે વખતે કુરેશીઓ જે ધર્મ પાળતા હતા તે જૂને ઇસ્લામી ધમ હતો. તે માઝી જને-મૂસાને ધર્મ હતો. યહુદીઓને તે ધર્મ હતો. બીજી બાજ ઈશુએ ચલાવેલ ખ્રિસ્તી ધર્મ હતો. મૂસાના ઉપદેશમાં ઈટને બદલો ઈટથી લેવાનો હતો. તેમાં ગુનેગાર દબાઈ જતે પણ ઠંખ રહી જતું. ત્યારે બીજી બાજુ ગુનેગારને શરમાવીને શાંત કરવાને અતિ પ્રેમને ઈશુને રસ્તે હતો; પણ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે તે વહેવારુ ન બની શક્યો. મૂસાનો માર્ગ તે વહેવારુ ન હતે. આપણે બે વિશ્વયુદ્ધો જયાં. પહેલી વખતે જર્મનીને કચડીને બેસાડી દેવામાં આવ્યું તે હિટલર પેદા થયો. તેણે બમણા વેગે બીજુ વિશ્વયુદ્ધ આદર્યું. એટલે જ હિંસાને બદલે હિંસામાં લેવા જતાં પ્રતિહિંસા બમણ બળે ઊભી થાય છે, એ ખતરો છે. આની સાથે જુલમગારની સામે શાંતિ રાખવાથી અને કંઈ પણ ન કરવાથી સમાજ સુખ– શાંતિપૂર્વક ન ચાલી સકે. તેમાં જુલમગારને છૂટો દેર મળે અને દાંડ તો જેર કરે. એટલે એ બંનેની વચ્ચે મહંમદ સાહેબે મધ્યમ માર્ગ કાઢયો કે સમાજમાં ન્યાય ટકાવી રાખવા ખાતર જે કંઈ કરવું પડે–સજા આપવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com