________________
[૮] ઇસ્લામ ધર્મના ઊંડાણમાં જગતના બધા ધર્મોને સમન્વય–ઉપાસના અંગેની વિચારણામાં આજે ઇસ્લામ ધર્મ અંગે વિચારવાનું છે. સામાન્ય રીતે બીજા બધા અમે કરાં ઇરલામનું નામ આવતાં જે કુણી લાગણી થવી જોઈએ તે જતી નથી, ઇસ્લામની વાત આવતાં ઔરંગઝેબ, અલાઉદ્દીન, ચંગેઝખાન, નાદિરશાહ વગેરે આંખ આગળ આવે છે. પરિણામે ખ્રિસ્તીઓ સાથે હજુ ભળી શકાય છે પણ મુસલમાનના વહેવાર અંગે લાગી આવે છે. પણ ઇસ્લામની સ્થાપના, ત્યાર પછીના તેના સંચાલકોની મિથિલતા; ધર્મને નામે ઝનૂની આક્રમણકારોએ ફાયદો ઉઠાવ વગેરે વિચારશું તે તેના સારા સિદ્ધાંતો તરફ ભાન થયા વગર નહીં રહે.
આપણે વિશ્વને એક કરવું છે. અનાયાસે તે થઈ રહ્યું છે પણ ચાચી એકતા ધર્મ વગર સ્થાપી શકાય તેમ નથી. ધર્મ એક જ એવી વસ્તુ છે જે દરેક જાતિઓ અને દરેક દેશને એક સાથે બેસવાનું
પ્લેટફોર્મ બની શકે છે. ધર્મ એટલે ધારણ કરે છે, પડતાં બચાવે છે, અને કલ્યાણને માર્ગ બતાવે છે. જૈન ધર્મ કહ્યું છે કે “વસ્તુને સ્વભાવ, એ ધર્મ છે.” એટલે જગતની માનવજાતિઓને હૃદયથી એક કરવી હોય તો કોઈ એક માર્ગ પકડ જોઈએ. તે માટે સર્વ સામાન્ય માર્ગ છે—ધર્મ. સ્થાપના કાળ :
ઈસ્લામ ધર્મ પહેલાં, પ્રાચીન યહુદી ધર્મ ને યહુદી ધર્મ તેમ જ ખ્રિસ્તી ધર્મ પ્રચલિત હતા. તે વખતે ઈસાની પછી ૫૭૧ વર્ષ ૨૦મી એપ્રિલે મક્કા શહેરમાં સૂર્યોદય વખતે હજરત મહંમદ સાહેબને જન્મ થયો હતું. તેમને જન્મ અરબસ્તાનમાં થયો હતો એટલે તે વખતની પરિસ્થિતિની રજુઆત કર્યા વગર હજરત મહંમદ સાહેબ અને ઈસ્લામે વિશ્વનાં શાંતિ બળની ચાલનામાં શું મદદ આપી છે, તેનો સાચે ખ્યાલ આવી શકશે નહીં. પરિસ્થિતિ:
આ સમયે જે કે બે ધર્મો-યહુદી અને ખ્રિસ્તી પ્રચલિત હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com