________________
૧૧૨
આ માટે સંગઠન, સારાંબળાને ઉપયોગ અને રાજ્ય પાછળ રહે તે પુરુષાર્થ કરવો જોઈએ. જેથી ધર્મ રાજ્યાશ્રિત બની જવાને ખતરે ન રહે.
ચર્ચા-વિચારણા ધર્માશ્રિત રાજ્યથી રાજ્યાશ્રિત ધર્મસુધી:
શ્રી. માટલિયાજીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું ” સવારના મુનિશ્રી સંતબાલજીએ સમજાવ્યું. તેમાં આપણે જોયું કે ઈશુના મૃત્યુ પછી ચોથે વરસે સમજ પાકી થઈ અને પચાસ વર્ષે તેથીજ પલ નામના સ ત થયા અને ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં ફેલાયે. ખ્રિસ્તી ધર્મના સંતોએ ઘણુંયે કષ્ટો અસહ્ય યાતનાઓ સહી છતાં જે શક્તિ પ્રગટ થવી જોઈએ તે કેમ ન પ્રગટી? એ વિચારવાનું રહે છે.
ત્યાં પણ સાધુઓના નિયમો બન્યા. સંધ રચાય. એક કરતાં અનેકનું સહચિંતન ભળતા અનુભવે વધ્યા. આથી ખ્રિસ્તી ધર્મને પ્રારંભમાં રાજય ઉપર પ્રભાવ શરૂ શરૂમાં ખૂબ ફેલાયો. એાછી શક્તિવાળા વધુ શકિતવાળા બન્યા. પણ મૂળ કચાશ એક રહી ગઈ તે ચમત્કારની. “ઈશું પાણું છાંટે તે મૃતક જીવતા થાય. પાણું પાય તે હઠીલાં દર્દ મટે” આવી વાતોને લઈને અંધ શ્રદ્ધાવાળી ભકિત વધુ ખીલી; પણ નિત્ય વિકાસ પામતી વિવેક શક્તિ ન ખીલી. પરિણામે જનતા સાધુઓની પડખે આવી, પણ તે શુદ્ધ અને સંગઠિત ન બની શકી. એટલે રાજ્ય અને ધર્મગુરુઓ બન્ને વચ્ચે સત્તાને ઝાડે જાઓ. ગેગરી નામના પિ૫ (ધર્મગુરુએ) તે સમયના રાજા સાથે યુદ્ધ કર્યું; અનેક નિર્દોષ પ્રજાજને હેમાયા.
એકાદ પેઢી પછી ધર્મ અને રાજ્ય વચ્ચે કરાર થયા. તે મુજબ રાજાએ રાણી કેવી કરવી ? તેમજ બે રાજાઓની લડાઈમાં ધર્મગુરુને ન્યાય મંજુર થાય; આ બે શરત રાજ્ય સ્વીકારી. આ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com