________________
બીજી રીતે પણ જોઈએ તો ડરથી કે પ્રલોભનથી જેઓ ફંટાઈ જાય છે કે વટલી જાય છે તેવા ધર્મ સંપ્રદાયમાં જનસંખ્યા ભલે ખૂબ મટી થઈ જાય, પણ જીવનમાં અને જગતમાં આખરે તેઓ સંપૂર્ણ સફળતા પામી શકતા નથી. ગાંધીજી ચુસ્ત હિંદુ અને સનાતન વૈષ્ણવધર્મી હોવા છતાં સાચા ઈસ્લામીએ, સાચા જરસ્તીઓ, સાચા ખ્રિસ્તીઓ અને સાચા બૌદ્ધોએ એમને પિતાના સર્વોચ્ચ ગુરુ તરીકે સ્વીકાર્યા જ હતા. અલબત્ત કાચીબુદ્ધિથી તેઓ એક વખત ખ્રિસ્તી થવા લલચાયેલા ૫ણ શ્રીમદ્ રાજચંદ્રની સલાહ લઈને તેઓ પાકા બની ચૂક્યા હતા. ઊલટ જેઓ સંખ્યાબળમાં અને ચુસ્તતામાં કટ્ટર રહ્યા, તે ધર્મોમાં સાંપ્રદાયિક કટ્ટરતા એવી પેઠી કે જગતની દષ્ટિએ તેઓ નીચે ઊતરી ગયા. પરિણામે તે તે ધર્મનાં અનુયાયી ભાઈબહેનોની શ્રદ્ધા પણ પિતાના એવા ધર્મો પરથી સાવ ડગમગવા લાગી ગઈ. પાકિસ્તાનનું અલગ રાષ્ટ્ર બનાવ્યા બાદ આખા જગતને ઈસ્લામ પ્રભાવિત બનાવવાની તેના સર્જકોની મુરાદ પડી ભાંગી, એટલું જ નહીં બલકે સાચા ઈરલામીને ઈદ જેને પવિત્ર દિવસે કેદીઓના સમૂહમાં નિમાઝ પઢવા દેવામાં પણ પાકિસ્તાન ડરે છે. તાજેતરમાં સરહદના ગાંધી શ્રી. અબ્દુલ ગફાર ખાનની બાબતમાં આવું બન્યા હેવાલ આવ્યો છે. હજુ પણ આજના મોટાભાગના ઈસ્લામીઓની કટ્ટરતા જોઈ જેઓ અંજાય છે, તેમને માટે આ ચોંકાવનારું પ્રમાણ છે.
હિંદમાં જે ધર્મ, સમન્વયની દષ્ટિએ વિકસી ભારતની પ્રજાના ખમીરમાં વણાઈ ગયો છે. તેમાં જૈન ધર્મના ઉચ્ચ અનેકાંતવાદને સૌથી મોટો ફાળો છે. આ વાતને કબૂલ્યા વિના ચાલે તેમ નથી. જગપ્રિય ગાંધીજી ગૂજરાતમાં જ જમ્યા અને જૈન સાધુ સાધ્વીઓ તરફ હમેશાં આકર્ષાયેલા રહ્યા, એનું મૂળ કારણ ગુજરાતને મળેલા હેમચંદ્રાચાર્યથી માંડીને આનંદધન–શ્રીમદ્ જેવા સાધુઓ-શ્રાવકોનું વારસાગત વાતાવરણ નથી, તે બીજું શું છે? હેમચંદ્રાચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com