________________
બદલે માનવતા, અહિંસા, સત્ય એ બધા સીધા સદગુણોને જ લઈએ તે હરક્ત શી છે?
તેને ઉત્તર એકજ છે, સગુણની ભૂખ દરેકના અંતરમાં હોય છે. તે ખરૂં છે; પણ તેની પ્રાપ્તિ માટે સર્વપ્રથમ નજર એના સદ્દગુણોની પ્રેરણા આપીને માનવજાતિને ઘડનાર ધર્મ સંસ્થાપક અને ધર્મો તરફ જશે. સદગુણે એમને એમ જીવનમાં ઉતરતા નથી. એ માટે કોઈને કોઈ પ્રેરક પુરુષ, એ પુરુષનાં વિચારે, ઉગારે કે એના ઉપાસકોના સમવિચારો ધરાવતા જૂથની સહાયતાની જરૂર પડે છે. તે માટે નવા આધારો શોધવા પડે છે કાં તે ઊભા કરવા પડે છે. ત્યારે જૂનાં આધારોને સંશાધીને આગળ જવું ઠીક ગણાશે.
કેટલીક ભાવનાની વાત દલીલોથી સમજાવી શકાતી નથી, પણ એટલું ચોકકસ છે કે સર્વધર્મોપાસનાની સાથે સર્વધર્મ સંસ્થાપક રસ્તુતિ એક એવું બળ છે જે સર્વધર્મના અનુયાયીઓમાં એકતા, સહિષષ્ણુતા અને સમન્વય વહેલી તકે સાધશે. વળી એકલી સદગુણ ઉપાસના લઈને ચાલવાથી વ્યક્તિ એકલી અતડી પડી જશે; તેમજ વગર આધારે એને કરવા જતાં પિતાની ભૂલ અગે, કોઈ ટોકનાર કે સુધારનાર પણ નહી મળે ! તેથી વિકાસ અટકી જશે. માટે સર્વધર્મોપાસના માટે સર્વધર્મસંસ્થાપક પ્રત્યે આદર-(સ્તુતિ) જરૂરી છે. હંમેશા અતડા રહેવા કે વિરોધ કરતા અન્ય પ્રત્યે આદર સામાને પોતાનો બનાવે છે અને તેને સન્માન આદરપૂર્વકનું જીવન જીવવાની ફરજ પાડે છે. એનાથી વિશેષ લાભ એ થશે કે તે-તે ધર્મને માનનારા લોકો પોતાના ધર્મની વિરુદ્ધ કે માનવતા-વિરુદ્ધ વર્તશે તે તે-તે ધર્મના સંસ્થાપક પુરુષે અને તે-તે ધમને અભ્યાસ અને શ્રધ્ધા તેમને સુમાર્ગે લાવવામાં જેટલા ઉપયોગી થશે, તેટલું બીજું કોઈપણ સાધન ઉપયોગી નહિ થાય. તે ઉપરાંત કેઈપણ ધર્મ માટે આદર કે શ્રદ્ધાને પ્રારંભ ખાસ કરીને તે તે ધર્મના સંસ્થાપક પ્રત્યેનો આદર અને શ્રધ્ધાથી થાય છે. પછી ત્યાં દેશ–વેશ લિંગ વ. ના ભેદે નડતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com