________________
પાટે બંધાવવા જેવા પછખાણ અપાવવા એની પાછળ મને તો એકાંત નિવૃતિવાદ જ રહેલો જણાય છે.
એને પ્રચાર કરનાર સાધુજનેને પૂછવામાં આવે, શાસ્ત્રોના આધાર ટાંકીને કહેવામાં આવે તે કેટલાક મન થઈ જાય છે. કેટલાક તે એને ધર્મને ધંધે માને છે પણ આજે તેમાં ઊંડા ઊતરીને વિવેક બુદ્ધિએ વિચારવાની જરૂર છે. પણ તેમને કહે કોણ? મોટા ભાગના ભાઇબહેનો સાધુઓ સમક્ષ મૌન સેવવું પસંદ કરે છે પણ પાછળથી ઘણા ટીકા કરે છે, તેના બદલે મેંઢે વિનમ્રભાવે જિજ્ઞાસુભાવે કહેવામાં આવે તે સાધુસમાજ રૂઢ માન્યતાથી પાછો ફરે એવી સુંદર ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. ઉપયોગિતાને વિવેક
. પૂજાભાઈ: “સાધુ સંસ્થાએ ભૂતકાળમાં ઘણું સેવા આપી હશે પણ આજે તેની ઉપયોગિતાને વિવેક જોવાની જરૂર છે, આજે એ સંસ્થા મેટું સંશોધન માંગે છે, નહીંતર તેની ઉપયોગિતા કદાચ ન પણ રહે
સાધુઓમાં આજે ચાર પ્રકારના સાધુઓ મુખ્યત્વે દેખાય છે :
(૧) અવધૂત જેમને ઉપદેશ પ્રેરણું વ.ની કંઈ પડી નથી. ચમત્કારોથી એ વીંટાયેલા છે અને લોકો એમ માનીને આવે છે કે બાપજીની કૃપાથી લીલા લહેર થઈ જશે.
(૨) વિદાન અને તેજસ્વી-જેઓ પોતાની પાછળ ખરવા ન કરાવે તો ઉપગી ખરા. બીજે ઉત્પાદક શ્રમ છે ન કરે પણ, સંસ્કૃતિની રક્ષા માટે આવા ઉપદેશક વર્ગની જરૂર છે. વૈજ્ઞાનિક યુગ પ્રમાણે તાલ મેળવે તે આવા બ્રહ્મચર્ય તેજવાળા સાધુઓ આજના જગતને ખૂબ ઉપયોગી છે.
(૩) સામાન્ય ભણેલા પણ તપ કરનાર, અને કર્મકાંડ કરાવનાર; સામાન્ય ઉપદેશ આપી શકે. આવાની પણ વિશાળ જગતમાં જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com