________________
કહ્યું: “આવા વખતે અંગત જેવા આપ મદદ ન કરે તે કામ કઈ રીતે ચાલે ?”
નંણદે રડતી ભાભીને કહ્યું: “પણ ભાભી ! મારે તે બાધા છે. હવે શું કરું ?”
મૂળે તે માનવી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળે તેમાં પ્રેરણા ખાતર આ બાધા હોય છે પણ જે તે સેવાથી પણ માનવને વેગળી રાખતી હોય તે કયાંક પાયાની ભૂલ થતી હોય એવું મને લાગે છે. એકેન્દ્રિયના ભેગે પચન્દ્રિયને થતું નુકશાન
એ જ એક બીજો દાખલો છે જેમાં આયંબિલની ઓળી ઉપર સાધુઓએ એવો આગ્રહ પકડ્યો કે “ જ્યાં સુધી કપાસનાં કાલાં સકાલિયાં ફોડાશે ત્યાં સુધી તેઓ ત્યાંથી ગોચરી નહીં લે!”
એ ગામમાં એક આખું કુટુંબ કેવળ કાલાં ફેલવાં ઉપર નભતું અને પરિસ્થિતિ એટલી ખરાબ કે કાલાં ન ફોલે તે ખાવાનું પેટ ભેગું ન થાય. તે ઘરના ડોશીમાએ મહારાજને ઘણા વિનવ્યા કે મહારાજ પચ્છખાણ ન અપાવે પણ સાધુજીએ કદ ગ્રહ ન છો. અને એ કુટુંબને નમવું પડ્યું. પણ એના કારણે એ કુટુંબની આર્થિક સ્થિતિ કેવી થઈ હશે તે અંગે ન તે મુનિ મહારાજે ચિંતા કરી કે ન ગામમાંથી કોઈએ કરી !
આમ એકેન્દ્રિયના રક્ષણ માટે માનવને શોધવું પડે છે. આજના જમાનામાં તે એકવાર ભાઈ માટલિયાએ ધ્યાન દોરેલું તેમ પંદર કર્માદાનમાં નિષેધ કરાયેલાં કારખાનાંઓ બંધ કરાવી ગ્રામોદ્યોગ વિશે તે માટે આગ્રહ થ જોઈએ. પર્યુષણ કે આયંબિલની ઓળીમાં પણ ઓછામાં ઓછો એને આગ્રહ રહે, ને પણ થતું નથી. ઊલટું એવા મહારની યાના માલિકોને આમળની હરોળમાં કેટલાક લોકો બેસાડે છે એ દુઃખની બીના છે. ત્યારે ઉપર બતાવેલ કુટુંબીઓને પેટ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com