________________
એને હાથે પણ બની ગઈ છે. ત્યારે સામ્યવાદ તે એને માન્યતા આપતું જ નથી; અને સામ્યવાદી દેશોમાં ધર્મ કે સાધુસંસ્થા જેવી કોઈ વસ્તુ રહી નથી; પરિણામે તે દેશના લોકોમાં પણ પરસ્પર એક બીજાના વિનાશની ભાવના હર પળે તોળાઈ રહેલી છે.
ભલે, આજના રાજકારણના પૂછવાદી અને સામ્યવાદી વચ્ચે વહેચાયેલી દુનિયા સાધુ સ્થાને તરત માન્યતા ન આપે; પણ એક સનાતન પ્રશ્ન તો માનવીની શ્રેષ્ઠ વ્યકિતત્વની ઝંખના આગળ ઊભે જ છે કે ત્યારબાદ શું ? આ ભૌતિક સુખ કંઈ છેક છેલ્લી ઘડી સુધી સુખ તે આપતા નથી! શરીર શિથિલ થઈ ગયા બાદ; સુખ શેમાં છે? જીવનની જરૂરતે બાદ, ભૌતિક સુખમાં સગવડ અને તે ક્રમે વિલાસ આવે... પણ વધુને વધુ સુખની ખોજ માટે ઝંખતો માનવ ત્યાર બાદનું સુખ શુ; એ વિચાર્યા વગર નહીં રહે... અને ત્યારે એની સામે શ્રેષ્ઠ
વ્યકિતત્વની પરમ સાધના અને આદર્શ રૂપે જે વસ્તુ આવીને ઊભી રહેશે તે છે સાધુતા...! માણસનું બીજા માટે કંઈક કરી છૂટવાનું કલ્યાણકારી સ્વરૂપ ! ભલે પછી તેને ગમે તે બીજું નામ અપાય!
“ધર્માનુબંધી વિશ્વદર્શન' વ્યાખ્યાન માળાના ત્રીજા પુસ્તક રૂપે આ વિષય ઉપર પૂ. મુનિશ્રી નેમિચંદ્રજીએ પણ સુંદર છણાવટ કરી છે. અને એટલી જ રસભર તે વિષય અંગે શિબિરાર્થીઓની ચર્ચા-વિચારણું છે જે અનુભવથી સભર છે. આ એક એવો વિષય છે; જે આજના ભય અને ત્રાસના વાતાવરણ વચ્ચે જીવતા, જગત માટે માર્ગદર્શન આપી શકે છે.
આ પ્રવચનાં સંપાદનમાં મેં ખરેખર ખૂબ જ આનંદ મેળવ્યું છે. તેનાથી મારા ઘણું વિચારો સ્પષ્ટ થયા છે. એવી જ રીતે સહુ વાંચકોના વિચારોને આનંદદાયક સ્પષ્ટીકરણ થશે તેમજ તેઓ પણ સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા સ્વીકારશે એવું મારું નિઃશંક માનવું છે.
મદ્રાસ જેને બેડિગ હેમ દેવદિવાળી
ગુલાબચંદ જૈન ૮મી નવેંબર ૧૮૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com