SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આમ આ બધું સંસ્કૃતિ રક્ષાનું કાર્ય કેવળ સાધુ-સાધ્વીજ કરી શકે તેમ છે. ચારિત્ર્યવાન બહેને દ્વારા સાધ્વીઓ માતસમાજે સ્થપાવી પતિત-નારી અને સંયમહીનતાના સામાજિક સડાને નાબુદ કરાવી શકે છે. તે ઉપરાંત પણ વિશ્વમાં યુદ્ધબંધી; અણુપ્રયોગો ઉપર અંકુશ વગેરે અનેક પ્રશ્નો છે જે કેવળ ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જ ઉકેલી શકશે.” શ્રી. શ્રોફ : “વાત તે સાચી છે કે એ કાર્ય ઘડાયેલી સાધુસંસ્થાના સભ્યો જ કરી શકશે. જેઓ મહંતગીરી કે મઠાધીશપણું ચલાવે છે તેઓ તો સેનાની બેડીથી જકડાયેલા છે. એવી જ રીતે બેડી (ઘરેણુંની)થી જકડાયેલા માણસો છે. બધાને મુક્ત કરવાનાં છે. આ બધા કાર્યોમાં શિસ્ત અને નિયંત્રણની સાથે પૂ. મહારાજશ્રી જેવું વાત્સલ્ય પણ જશે.” સંતિત નિયમન અને કૃત્રિમ સાધન : શ્રી. બળતભાઇ: સવારે પૂ. મહારાજશ્રીએ કહેલું તેમ કૃત્રિમ સાધને અને સંતતિ નિયમનને મુદ્દો ઘણી વિચારણું માગી લે છે. હું મારા એક મિત્રને ત્યાં ગયેલો. મેં તેમને કહ્યું: “હવે, આ ઉમ્મરે આટલાં સંતાનો થયાં પછી સંયમ પાળવો જોઈએ !” તેમણે કહ્યું ! “ઓપરેશનને વિચાર કરૂં છું.” એટલે આ સ્થિતિ ક્યાં જઈને અટકશે! સંયમના વ્રત ઠેકઠેકાણે સ્ત્રી-પુરૂષોને આપવા જોઈએ તેમજ વિદ્યાર્થીઓમાં પચ્ચીસ વર્ષ લગી બ્રહ્મચર્ય પાળીશ એવું ઠસાવવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy