________________
૨૦૯
છતાં આજે ઉલટુ છે તેમ સ્ત્રીએ અગે છે. યુરોપમાં નારીપૂજામાંથી; નારીના બાહ્ય સદય' અને ઉપભાગની પૂજા ચાલી છે. તેના ચેપ આપણે ત્યાં પણ કર્મક અંશે લાગી રહ્યો છે.
ખરી રીતે તે સ્ત્રીની પૂજા એટલે તેના સદગુણા વાત્સલ્ય, શુશ્રુષા માતૃત્વ વ. નું અનુકરણ થવુ જોઇએ. અગાઉ જણાવી ગએલ સંસ્કૃતિ રક્ષાનાં દશ મુદ્દાઓમાં નારી પ્રતિષ્ઠાનું સ્થાન નાનું સૂનું નથી. આજે અહિંસક કાંતિને કાળ છે અને તેમાં સ્ત્રીન્નતિ અને લેાકા-પછાત વર્ગોનું સ્થાન સર્વોપરી છે.
ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીએ ત્યારબાદ સંસ્કૃતિના ખીજા મહત્ત્વના પ્રશ્ન ભાષા અને શિક્ષણ ઉપર પૂરતુ ધ્યાન આપવાનુ છે. આજે જૈનેમાં પણ વિદ્યાલયે સાધુઓની પ્રેરણાથી થયાં છે; વૈદિક સાધુમાં તે શિક્ષણ શાળા પ્રતિ અગાઉથી જ રસ હતા; પણ આ બધુ કા વ્યાપક થવુ જોઇએ તેમજ એને સાંપ્રદાયિક સંકીતામાં ન મૂકવુ જો એ. સકા તામાં ગુણે! ન ખીલી શકે અને સંસ્કારિતા ન આવી શકે. એટલે ગુણા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
વિદ્યાર્થી એ આવતા યુગની આશાના દીવડા છે. તેમનુ ચારિત્ર્ય ઘડવાની ઘણી જરૂર છે. આ દિશામાં માતૃસમાજો, વિદ્યાથીનીઓમાં ચારિત્ર્ય અને સંયમની ભાવના ભરવામાં ધણું કામ કરી શકે.
આજે સ્થૂળ હિંસા, મત્સ્યોધોગ એ માટે સાધુસ ંસ્થા, રાષ્ટ્ર વિરોધી દળાના દ્વાથમાં રમી મૌખિક વિરોધ કરે છે. પણ સતતિનિયમના કૃત્રિમ સાધને, જેનાથી વાસના ભોગ-વિલાસને ઉત્તેજન મળે છે, તેમજ લગ્નનાં પવિત્ર બંધનાનાં મૂળ છેદાઈ રહ્યાં છે; તે તરફ આંખ મીચે, તે યોગ્ય નથી. તેણે તે સયમના માર્ગે સંતતિનિયમન બ્રહ્મચર્યંની ઉપાસના કરીને, કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com