________________
૧૬૬
રાગદ્વેષાદિ નષ્ટ થઈ ગયા છે એવા દેવને ભલે – તેનું નામ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હેય-નમસ્કાર કરું છું.
આ સાંભળી રાજાના કાન ભંભેરનાર પણ ચક્તિ થઈ ગયા. એટલું જ નહીં હેમચંદ્રાચાર્યે મહાદેવનું સાચું સ્વરૂપ બતાવતું મહાદેવતેત્ર” પણ મ્યું. આ રીતે આચાર્ય હેમચંદ્રના સર્વધર્મ સમન્વયની તે વખતે રાજા અને પ્રજા ઉપર ઘણું મોટી અસર થઈ હીરવિજયસૂરિ અને અકબર
ઈતિહાસની પગદંડીએ આગળ ચાલતાં અકબર પાદશાહને ધર્મ પમાડનાર હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો આવે છે. સમ્રાટ અકબર
જ્યારે રાજસભામાં વિધાન સાથે શાસ્ત્ર ચર્ચા કરતે હો ત્યારે તેણે પૂછયું: “મારા મહામંડળમાં સર્વદર્શનમાં નિષ્ણાત કોઈ એવા સાધુ છે જે નિષ્પક્ષભાવે ધર્મમાર્ગની પ્રરૂપણું કરતે હેય!”
ત્યારે કોઈક સભાસદે “હીરવિજયસુરિ”નું નામ જણાવ્યું. ત્યારબાદ એકવાર તેણે ચાંપાબાઈ નામની શ્રાવિકાને છ માસના ઉપવાસને વરઘોડે છે. આ ચાંપાબાઈ અકબરના દરબારી થાનસિંહની મા હતી. છ માસના ઉપવાસની વાત સાંભળી અકબરને ખુબ કુતૂહલ થયું અને તેણે ચાંપાબાઈને બોલાવીને પૂછ્યું કે તમે આટલા બધા દિવસ સુધી ઉપવાસનું તપ કઈ રીતે કરી શક્યા ?
તેણે કહ્યું કે આ બધું મારા દેવગુરુ ધર્મના પ્રતાપથી થયું છે. મારા ગુરુ હીરવિજયસૂરિશ્વરજી છે. મારા દેવ અરિહંત છે અને ધર્મ જૈન ધર્મ છે.”
અકબર આ અગાઉ પણ હીરવિજયસૂરિશ્વર અંગે સાંભળી ચૂકયા હતા. તેણે આચાર્યને તેડવા માટે હાથી, ઘેડા, પાલખી વગેરે મોકલ્યા. પણ આચાર્યશ્રીએ કહ્યું: “અમે જૈન સાધુઓ સવારીને ઉપયોગ કરતા નથી. અમે તે પગપાળા વિહાર કરીને જ બધે પહેચવા માગીએ છીએ.” પછી આચાર્ય પગપાળા અબર પાસે ગયા. અકબરે તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com