________________
કુમારપાળે પિતાના બનેવી અરાજ (દેવળદેવીને પતિ) ને કોઈ તકરારને કારણે બંદી બનાવીને તેની જીભ ખેંચી લેવાની આજ્ઞા કરી, દેવળદેવી અને ઉદામહેતાના વિનવવા છતાં નહે માનતો, તે વખતે અર્ણોરાજને મારી અપાવી, પિતાની જ બહેનને વિધવા કરતા ભાઈને અટકાવવામાં, આચાર્ય હેમચંદ્રના આ શબ્દ હમેશાં યાદગાર રહેશે : “રાજન ! સમર્થ પુરૂષ દંડ આપે છે. પણ વધારે સમર્થ પુરૂષ ક્ષમા આપે છે. અર્ણોરાજને શસ્ત્રથી જીત્યા, હવે તેને ક્ષમાથી છો!” આમ રાજકીય ક્ષેત્રમાં તેમની પ્રેરણા હતી. ધન્ના શ્રાવિકાએ આપેલ ખાદી પહેરતાં કુમારપાળને એમ થયું કે મારા ગુરુના આવા વસ્ત્ર હોય ! ત્યારે તેમને ઉત્તર સમજવા જેવું છે : “એની પાછળ પેલી બહેનની ભક્તિ છે. રાજન ! હું કેવળ રાજાને નથી. બધી પ્રજાને છું અને સંયમીનું ગારવ કપડાથી નહીં ચારિત્ર્યથી વધે છે !” આ સાંભળી કેવળ કુમારપાળજ નહીં પણ આખી સભા દંગ થઈ ગઈ કે આવા સમર્થ આચાર્ય કેટલા નિસ્પૃહ છે? તેઓ રાજ્યક્ષેત્રે આટલા પ્રેરક હોવા છતાં કદિ તેના આશ્રિત થયા ન હતા, તેમ જ નિર્લેપ પણ રહેતા.
પણ, તેમની વિરૂદ્ધ કાન ભરનાર ઘણું હતા અને તેમણે કુમારપાળ વડે સર્વ પ્રથમ તે સોમનાથને જીર્ણોદ્ધાર કરવાની અને પછી શિવસ્તુતિ કરવાનું આચાર્યશ્રીને કહેવડાવ્યું. આ અંગે પણ તેમનું માર્ગદર્શન સમજવા જેવું છે. તેમણે રાજાને કહ્યું : “તેનું નિર્વિધ નિર્માણ થાય તે માટે આપે બ્રહ્મચર્યનું પાલન કરી દેવાચનમાં વિશેષ સંલગ્ન રહેવું જોઈએ. મંદિરના ધ્વજારોપણ સુધી મધ-માંસ વ. વ્યસનને ત્યાગ કરવો જોઈએ.” જીર્ણોદ્ધાર પછી તેમણે જાતે હાજર થઈને જે સ્તુતિ કરી તે આ પ્રમાણે છે :
"मव बीजांकुर बनना रागाद्याः क्षयमुपागता यस्थ । ब्रमा वा विष्णु र्वा हरो जिना वा नमस्तस्मै ।
–એટલે કે જેમના સંસાર રૂ૫ બીજના અંકુર પેદા કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com