________________
૧૩૨
(ધા) બાંધ્યા અને સન્યાસીઓને ધર્મપ્રેરણા અને સંસ્કૃતિ રક્ષાનું કામ સોંપ્યું.
દયાનંદ મહર્ષિએ ધાર્મિક ક્ષેત્રે પેઠેલી અનેક રૂઢીઓ, અનિષ્ટ અને બદીઓને દૂર કરવા માટે આર્યસમાજ સ્થાઓ અને તે દ્વારા અનેક ધર્મ પ્રેરણાનાં કાર્યો કર્યા અને અનિષ્ટોને દુર કર્યા.
રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે વેદાંતને વર્ગવિલાસ માંથી દૂર કરીને જીવનમાં ઉતારવા માટે ધર્મમાર્ગ બતાવ્યો. એટલું જ નહીં સ્વામી વિવેકાનંદે તે અમેરિકા જઈને સર્વપ્રથમ પશ્ચિમને ભારતીય તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિને પરિચય કરાવી; તે શું છે તે જાણવા પ્રેર્યા. તેમણે ધર્મમાં પેઠેલી ઘણી કુરૂઢિઓને ફગાવી હતી. તેમના પગલે જઈ ધર્મક્રાંતિનું કાર્ય રામકૃષ્ણ મિશનના સન્યાસીઓ કરે અને કેવળ શિક્ષણ રાહતના કાર્યમાં ન પડે તે જોવું રહ્યું. સાધુસંસ્થાની ઉપયોગિતા માટે સ્પષ્ટ માર્ગે જવું જોઈએ!
એટલે આજે પણ ધાર્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન ઊભો રહે છે. કારણ કે આજે સ્પષ્ટ માર્ગ પણ ઘડાયેલી સાધુસંસ્થાએ વિસારી દીઘે છે અને ધર્મના નામે સાંપ્રદાયિક સંકુચિતતાના પ્રચારમાં તે પડી ગઈ છે.
હવે કોઈ નવી જ્ઞાતિ ઓ – ગોળ કે સંપ્રદાયે રચી ને વિછિન્ન થવાનો અર્થ નથી. પણ જ્યાં છીએ ત્યાંથી સજાગ થઈને નીતિ અને ધર્મનાં વ્યાપક તને વહેવારૂ અને સમાજ વ્યાપી બનાવવાની જે ક્ષેત્રમાં હોઈએ ત્યાં જરૂર છે. એટલે એવાં નૈતિક અને ધાર્મિક સંગઠને ઊભાં કરવાની જરૂર છે. જે આજની રાજ્ય સંસ્થા કોંગ્રેસ અને વિશ્વના સંદર્ભ ધૂનોને પ્રેરી શકે; અને તેના કાર્યમાં પૂરક બની શકે, જેથી તે આર્થિક, સામાજિક વગેરે ક્ષેત્રે મૂકીને કેવળ રાજકીય ક્ષેત્રે સક્રિય કાર્ય કરી શકે; કારણ કે કોંગ્રેસ જ છેલ્લાં પચાસેક વર્ષથી અહિંસા-સત્યના પ્રયોગ વડે ઘડાયેલી છે, અને તે જ વિશ્વમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com