________________
૧૩૧ ગાંધીજી અને શ્રીમદ
મહાત્મા ગાંધીજીને શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણું મળી અને ગાંધીજીએ હિંદુ ધર્મમાં દઢ રહી દરેક ક્ષેત્રમાં ધર્મનીતિને પ્રવેશ કરાવવાનો જે ભગીરથ પુરૂષાર્થ કર્યો તેમાં ગાંધીજીને વિલાયત જતી વખતે ત્રણ પ્રતિજ્ઞા કરાવનાર બહેચરજી સ્વામી અને શ્રીમદ જેવા ઘણું જૈન સાધુએના પ્રેરક બળને ફાળે હતો.
એવી જ રીતે આ યુગમાં વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજે ૫. સુખલાલજી, ૫ બેચરદાસજી વ. વિદ્વાનોને તૈયાર કરાવી સાહિત્ય સર્જનના ક્ષેત્રમાં કાર્ય કર્યું એટલું જ નહીં સામાજિક–ધાર્મિક ક્ષેત્રે પણ કેટલાંક કાર્યો કરાવ્યાં.
એજ પરિપાટીમાં આચાર્ય વિજ્યાનંદસૂરિજીએ ચિકાગોની સર્વધર્મ પરિષદ માટે વીરચંદ રાઘવજીને તૈયાર કરી અનેક શિક્ષણ સંસ્થા અને વિદ્વાનોને તૈયાર કરવામાં પ્રેરણા આપી છે.
આવડું મારું સંસ્કૃતિ રક્ષણનું અને દરેક ક્ષેત્રે ધર્મ અને નીતિને ટકાવી રાખવાનું કાર્ય શ્રાવકો કરી શક્યા તેનું કારણ જૈન સાધુસંસ્થાની તેમને સતત મળતી દોરવણી છે. આ રીતે જૈન સાધુસંસ્થાની ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા જોઈ શકાય છે. વૈદિક સાધુ સન્યાસી સંસ્થાનું કાર્ય
જૈન સાધુઓ સાથે વૈદિક સાધુઓની વાત પણ વિચારવા જેવી છે. જગદ્ગુરુ શંકરાચાર્યે સન્યાસી સંસ્થાને વ્યવસ્થિત રૂપ એટલા માટે આપ્યું હતું કે તે વખતે બ્રાહ્મણ રૂઢ ક્રિયાકાંડમાં પડી ગયા હતા અને પિતાની જવાબદારીનું કામ ભૂલાવી બેઠા હતા. એટલે ક્ષત્રિયોને તેમની પ્રેરણું ન મળતાં તેઓ નિરંકુશ બની ગયા હતા. આમ– જનતા તો અડૂક-દડુકિયા જેવી હતી. એટલે શંકરાચાર્યે પોતે ધર્મપ્રેરણાનું કામ કર્યું. રાજાઓને પ્રતિબેધ્યા ભારતના ચારે ખુણામાં મઠો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com