________________
તે ભારતને, યુરોપ અને અરબસ્તાન, ચીન વ.ને એટલે બધો વિકાસ અને વ્યવસ્થિત જીવન ક્યાંથી થાત? લેકે સુસંસ્કૃત શી રીતે થાત ? આફ્રિકામાં જ્યાં સાધુસંત નથી પહોંચ્યા, ત્યાં નરભક્ષી બર્બર માણસે હજુ સુધી છે. રશિયામાં સાધુઓને અને ધર્મને બહિષ્કાર થયો, પણ ત્યાં ભૌતિક વિકાસ સિવાય બીજું શું વધ્યું છે? એટલે હું તે એમ માનું છું કે સાધુઓએ પિતાની કાયા ઘસીને લેકેને સાચું માર્ગદર્શન આપ્યું છે, બોધ આપ્યો છે, જીવન જીવવાની કળા શીખવી છે. અને સુસંસ્કારી બનાવ્યા છે. સાધુસંસ્થાની આ ઉપયોગિતા શું ઓછી છે ?
પણ બીજી બાજુ મોટેભાગે સાધુસંસ્થાથી ઘણા વહેમ, અનર્થો, સ્વાર્થો, અન્યાય પણ પિલાયા છે, એટલે આ સંસ્થાને દુરુપયોગ પણ ઘણે થયો છે.
સારામાં સારી વસ્તુને ઉયોગ કરવામાં વિવેક ન હોય તે એવું થવા સંભવ છે. પણ હું માનું છું કે દુરુપયોગ કરતાં સદુપયોગના ટકા વધારે હશે. પણ જે માણસ જેટલે મહાન ત્યાગી કે જવાબદાર હશે; તેનાથી પિતાના જીવનને જરાય દુરુપયોગ સાંખી ન શકાય. માટે સાધુસંસ્થા જેવી મૂર્ધન્ય સંસ્થા, જેના ઉપર લેકો આટલી શ્રદ્ધા અને વિશ્વાસ મૂકે છે, તેના દ્વારા પિતાને સ્વાર્થ સધાય, એને પેટ ભરવાનું જ સાધન બનાવી દેવામાં આવે તો એ અક્ષમ્ય અપરાધ છે. આ તર્કશીલ યુગમાં આ વસ્તુ ચાલી શકે જ નહિ. માટે જ સાધુસંસ્થાને જાગૃત કરવા અને એની ઉપયોગિતા અને અનિવાર્યતા આજના યુગે શી રીતે ટકી શકે, તે પ્રસ્તુત કરવા આ મુદ્દામાં છણાવટ કરવામાં આવી છે.
આ મુદ્દાને દરેક વ્યાખ્યાન સ્પષ્ટ છે. સાધુ-સાધ્વી-સંન્યાસીઓ માટે તો આ વ્યાખ્યાનમાળા પ્રેરણાદાયક છે જ, પણ શ્રાવક-શ્રાવિકાઓ અને સાધક-સાધિકાઓ માટે પણ મનનીય અને પિતાના કર્તવ્યનું સ્પષ્ટ દર્શન કરાવનારી છે.
વાચકે આનાથી વધારેમાં વધારે લાભ ઉઠાવશે તે હું મારો પરિશ્રમ સાર્થક ગણુશ. સેવાગ્રામ, વર્ધા તા. ૨૫-૨-'૩
–મુનિ નેમિચન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com