________________
૧૦૧
રીતે બદલાઈ ગયા છે. આ માર્ગે નિર્ભયતાથી આગળ વધતાં પ્રયોગ સફળ થતાં જેઓ દૂરથી રસ લે છે તેઓ પ્રત્યક્ષ રીતે સક્રિય રસ લેશે.” એક એકમ માનીને ચાલીએ :
શ્રી. પૂજાભાઈ કહે: “સર્વધર્મ સમન્વયમાં માનનારાં સાધુઓની આવી અનેક શિબિર યોજવી પડશે. સાધુસાધ્વીઓ ઘણું આગળ આવશે પણ તેમાંથી વિણવા પડશે. આ કઠણ માગે ગૃહસ્થ તે નહીં જઈ શકે. જો કે આજે સાધુસંસ્થામાં ઘણું નીચલી કોટિના છે પણ તેમને સુધારવા પડશે. એમને જ સમાજની નિતિક ચોકીનું કામ સોંપવું પડશે, પચીસ, પચાસ કે સો ગામડાંના એમ એકમ કરી તેમને સોંપવા પડશે. તેમની જરૂરત ઓછી હશે. તે ગમે ત્યાં સંતોષાઈ શકશે. વ્યકિતઓ પાસે ઓછું લે તે સારૂં. અને એમને સે પેલાં એકમોમાં, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો વ. સૈને તેઓ સંપર્ક સાધશે. ડેાકટરોને પણ મળશે અને ન્યાયપંચોને ૫ણ અને દરેક ક્ષેત્રમાં શુદ્ધિ લાવશે. પ્રારંભમાં આવા સંશોધક ત્યાગી ને રૂઢ જનતાની ઉપેક્ષા જોવી પડશે પણ પ્રેમ અને વર્તન દ્વારા, લકથદ્ધા પ્રગટશે.
ભલાનળ કાંઠા પ્રાગક્ષેત્ર એ માટે નમૂને છે. હજારે માણસાએ મુનિશ્રીની વાત એ રીતે સ્વીકારી લીધી છે. આમ લેક જાગૃતિ આવવાથી દેરા - ધાગા, વાડાબંધી, બેઠાડુપણું, અતડાપણું અને બહુ પરિગ્રહ રાખનારા વેપારીઓને આપોઆપ સુધરવું પડશે. સર્ચલાઈટ આવે ત્યાં ફાનસ ઝાખું પડે જ છે. જાગૃત સમાજ સ્વછંદતાને ઘડીભર પણ નહીં ટકવા દે !” ધર્મની ખેતી : - શ્રી. બળવંતભાઈ: “ધર્મ ખેતી છે અને સાધુ-સાધ્વીઓએ એ ખેતી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલે તેમણે રૂઢિચુસ્તતા અને સંપ્રદાયવાદના જાળાં ઝાખરાં કાઢી નાખી, જૂનાં અને ખાટાં મૂલ્યનાં પિપડાં કાઢી નાખી, ક્ષમા અને સમન્વયને વરસાદ વરસાવી ઉત્તમ ખેડ કરવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com