________________
પિતા
કશા કે તમણે જવાબ
એક
હતી.
હું ટાઈફોઈડમાં બીમાર હતો. મારા મિત્રો અને બીજા વર્ગના ડબ્બામાં બેસાડી અમદાવાદ લઈ જતા હતા. તે ડબ્બામાં એક યુરોપિયન ખ્રિસ્તી દંપતિ પણ મુસાફરી કરતા હતા, તેમણે અમદાવાદ લગી મારી ખૂબજ સેવા-સુશ્રુષા કરી. અમે છૂટા પડ્યા ત્યારે વિદાય વેળાએ ઇસ્પિતાલમાં જતાં પહેલાં જે શિખામણ આપી છે તે મને હજુયે યાદ છે. તેમાં તેમને કશો સ્વાર્થ ન હતા. માત્ર નિર્વ્યાજ સેવાજ ગણી શકાય.
બીજો દાખલો આપતાં તેમણે જણાવ્યું –
અમારા એક મિત્ર હાલેલ તાલુકામાં રહે. એક ભગી તેના ગામમાં બીમાર પડ્યો. તે ભંગી ભાઈની પત્ની-ભંગી બહેન બહેરી હતી. આ વાતની જાણ થતાં એ મિત્ર એમને ઘેર ગયા. ઝૂંપડામાં જતાં જોયું કે ભંગી ઉપર ઢાંકેલું ગાડું વરસાદથી પલળી ગયેલું. ઝૂંપડું આખું ચૂયા કરે. આ મિત્રે ઘેરથી લાકડાં મંગાવ્યા. પેલા બીમાર ભંગીને તેમણે પિટીસેક કર્યો. છાપરાં ઉપર કંતાન-પતરાં વ. નખાવ્યાં. ચાર કલાક સુધી ત્યાં રહીને સેવા કરી, એમ પદર દિવસ સુધી સેવા કરી. સૌને વિરોધ થશે. ઘરમાં પણ વિરોધ જાગે. પણ તેમણે સ્વપત્નીને સમજાવ્યું: “સાચી સેવા તે આજ છે !” - પેલા મિત્રને કઈ સ્વાર્થ ન હતું. પણ જ્યારે વાત્સલ્ય જાગે ત્યારે આમ સહજ રીતે જાણે છે. મને તો લાગે છે કે ખેડા ઠેરની પાંજરાપોળ પણ મૂળે આવા જ વાત્સલ્યભાવથી પ્રેરાઈને જ શરૂ થઈ હશે. •
ખંભાતમાં એક શકરીબહેન ઢેરેની સેવા કરે. તેઓ ખાસ, પરૂ, જીવડાં કાઢીને ઢોરનું ધ્યાન રાખે એમને એમાં સૂગ જ ન ચડે. તેઓ કહે: માણસને દુઃખ થાય તે વાચા છે, આમને કયાં છે તેઓ પિતાનું દુઃખ કોને જઈને કહેશે !” અજ્ઞાન વડે પશુ સેવાઓમાં અવરોધ
દેવજીભાઈએ કહ્યું કે કેટલીકવાર ઓછું જાણનારા લોકો સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com