________________
૭૧
છે મથામાં જ થતો હોય એવું લાગ્યા વગર રહેતું નથી. અહીં કોઈ પણ વિચારધારાને વિરોધ નથી પણ તેને સમાવેશ છે અને દરેક ધર્માનુયાયીઓને તે પિતાનું જ જણાય છે.
જેને માટે » મૈયા શબ્દ ન લાગે તેમ નથી. પંચપરમેષ્ઠીને તે તેઓ શબ્દમાં સમાવેશ કરે છે; પણ પ્રવચનમાતાને કરતા નથી. વધારામાં પંચ પરમેષ્ઠીના પાંચ પદની સાથે બીજા ચાર પદ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ભેળવી નવ પદની આરાધના કે સ્મરણ કરવાની પ્રણાલી ચાલુ કરી છે. વિશ્વવાત્સલ્યમાં ૩ પંચ પરમેષ્ઠીની સાથે મૈયા શબ્દ એટલા માટે મૂક્યું છે કે વિશ્વમાં જે કાંઈ જ્ઞાન-દર્શન, ચારિત્ર્ય-તપ વગેરેની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરવાની હોય તેમાં સતત જાગૃતિ રાખવા માટે પ્રવચનમાતાનું સ્મરણ સતત થયા કરે. જેનેના ભગવતી સૂત્રમાં “નમો વંમીણ વિ” કહીને બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યા છે. બ્રાહ્મી લિપિ કાંઈ ચૈતન્યરૂપ નથી, જડરૂ૫ છે પણ તેને નમસ્કાર કરવાનું પ્રયોજન એટલું જ કે ગુણને ગ્રહણ કરવા. એવી જ રીતે સાધકોને છ કાય (વિશ્વની જીવ સૃષ્ટિના)ના રક્ષક, પહર અને મા-બાપ (વિશ્વ-વત્સલ) કહ્યા છે. તો તેમનું ધ્યેય કેટલું ઉંચું અને વિશ્વ વાત્સલ્યને રેડનારૂં છે! તે ધ્યેયનું સતત ધ્યાન રહે તે માટે છે મૈયા એટલે કે વિશ્વ-વત્સલતાને બીજ-મંત્ર કેટલો બધે ઉપયોગી છે!
વૈદિક ધર્મમાં તો ઠેર ઠેર વિવિધ શક્તિઓ રૂપે “જગદંબા વગેરે દેવીઓને સ્થૂળ પ્રતીક રૂપે માનવામાં આવી છે. ત્યાં તે મૈયા શબ્દ યથાર્થરૂપે પડેલો જ છે. દેવી-ભાગવતમાં જગદંબાનું વર્ણન કરતાં કહ્યું છે –
“વિદ્યા: સનસ્તાક્તર દેવ! મેવાઃ | स्त्रियः समस्ता सकला जगत्सु॥"
હે માતા ! બધી વિદ્યાઓ તારા જ ભેદે છે તેમ જ જગતની કળાવંતી સઘળી સ્ત્રીઓ પણ તારા જ રૂપ છે. તારી જ આત્મીયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com