________________
બસ, મવષણુ પર્વત કે બીજા સ્થળ અને સુગ્રીવ, હનુમાન વગેરે વ્યક્તિઓને પરિચય આપી શકી હતી. જેણે વિશ્વના પ્રાણીઓ સાથે વાત્સલ્ય સાધ્યું હોય તેના નિર્મળ અંતઃકરણમાં વિશ્વના પ્રવાહને પડ પડે, એમાં નવાઈ નથી. માતંગ ઋષિએ આપેલા વિશ્વાસભ્યનું પાન શબરીએ કર્યું અને તે પણ વાત્સલ્ય-રસમાં તળ થઈ ગઈ હતી.
ઘણીવાર વિશ્વ વાત્સલ્યના સાધકને પિતાની પ્રતિષ્ઠાને ભોગે બીજાની ભૂલોનું પ્રાયશ્ચિત જાતે કરી, સંસ્કૃતિની રક્ષા કરવી પડે છે. કવષિ પિતાના આશ્રમમાં રહેતા હતા અને વિદ્યાભ્યાસ માટે પિતાને ત્યાં આવેલા શિષ્યો અને શિષ્યાઓને જ્ઞાન આપતા હતા. એ કાળે આશ્રમમાં મુનિ પરિવારે રહેતા. ઋષિ તે વખતની સમાજની પરિસ્થિતિથી સુપરિચિત હતા. એક વખત મેનકા અને વિશ્વામિત્ર ઋષિના સંગથી, મેનકાને બાળા જન્મી. તે પાછળથી શકુતલા તરીકે ઓળખાણું. વિશ્વામિત્ર મુનિએ એક ભૂલ તે એ કરી કે મેનકામાં લપટાયા પણ તેનાથી બીજી મોટી ભૂલ એ કરી કે એ બાળાને નિરાધાર છોડી દીધી. તેમણે લજજા કે સમાજના ડરના કારણે કદાચ એવું કર્યું હશે. કવષિને ખબર પડી કે છષિ અને અપ્સરા એ છોકરીને નિરાધાર છોડીને ચાલ્યા ગયા છે. તેમણે એ બન્નેની ભૂલના પ્રાયશ્ચિતરૂપે એ કન્યાને ન કેવળ અપનાવી પણ પિતાની પુત્રી તરીકે ઉછેરીને મોટી પણ કરી. તેમણે એ એક પળ માટે પણ ન વિચાર્યું કે સાધના છોડીને આ લપમાં શા માટે પડું? વળી એક ત્યજાયેલી કન્યાને લાવવી એ અપ્રતિષ્ઠાનું કારણ હતું છતાં તેને અપનાવવા માટે તેમના હૃદયમાં રહેલ વાત્સલ્ય આ કાર્ય માટે પ્રેરતું હતું. સમાજની ટીકાની પરવા કર્યા વગર તેમણે એ બાલિકાને આશ્રમનિવાસિની બનાવી દીધી.
અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણન આવે છે કે એ કન્યા શકુંતલા કેવી રીતે આશ્રમના હરણાં, વૃક્ષો, લતાઓ, કુડે તેમ જ લોકો સાથે ઓતપ્રોત થઈ જાય છે. એને કણવ ઋષિ પિતાના સગા પિતા જેવા જ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com