________________
દષ્ટિ છે. જગતના પ્રશ્નોને લઈને ઉકેલવાની દિશામાં તેની હિમ્મત કેળવાયેલી છે. જો તેમાં પૂરક તરીકે ઘડાયેલાં ગામડાંની બહુમતી હોય તો કોંગ્રેસ મજબૂત બને અને એમ્બી પણ રહે. વળી ભારતનું ગામડું અત્યાર લગી સંગઠિત જરૂર રહ્યું છે પણ સાથે સાથે તે એકલવાયું રહ્યું છે. જે ગામડાંમાં સમગ્ર દેશની દષ્ટિ હેત તે પરદેશી સત્તાઓ આ દેશમાં આવીને જામી શત નહીં. કોંગ્રેસ રાજકીય સંસ્થા હેવાથી એને બંધારણમાં સત્ય, અહિંસા આવી શક્યાં નથી. સ્વરાજ્ય બાદ દેશ અને દુનિયાના સંગે જોઈને એને ફાળે જે કામગીરી આવી છે, તેમાં સત્તા અને ધનનાં પ્રલોભને હેવાથી અશુદ્ધિ વધવાની અને પ્રજાના અગત્યના પ્રશ્નોમાં ડખલ થવાની વધુમાં વધુ વકી છે.
ગામડાંને કેંગ્રેસપૂરક બનાવવામાં આ જોખમ પણ રહેલું છે. આથી કોંગ્રેસથી ઘડાયેલા તથા બાપુના સાનિધ્યમાંથી તેમ જ રચનાત્મક કાર્યોમાંથી પસાર થયેલા રચનાત્મક કાર્યકરોની આધ્યાત્મલક્ષી સંસ્થા દ્વારા એ ગ્રામમંડળોને દરવવાની જરૂર હતી. આથી ત્રીજે નંબરે આ વસ્તુને પણ પ્રયોગમાં સ્થાન છે. આમ તો ઓછી સંખ્યા હોવા છતાં આ સેવકોની સંસ્થાનું પદ, એ બન્ને સંસ્થાઓ કરતાં ઊંચું છે. પ્રયોગમાં આવી સંસ્થાઓને પ્રાયોગિકસ કહેવામાં આવે છે. ગામડાઓના પ્રાયોગિકસઘની દેરવણી તળે નિતિક–ગ્રામસંગઠને ચાલે અને તે જ રીતે શહેરના વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક તળે માતસમાજે, ઈન્દુક તથા મધ્યવર્ગનાં જનસંગઠને ચાલે. આ દષ્ટિએ જ નૈતિક ગ્રામ સંગઠને અને નૈતિક શહેરી જન સંગઠને નામ સાર્થક થઈ શકે છે.
પરંતુ આ ત્રણ સંસ્થાઓને ઊભી કરી વ્યવસ્થિત બનાવવાનું કામ કાતિપ્રિય સાધુ સાધ્વીઓ સિવાય કોઈ નહીં કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com