________________
વિશ્વવાત્સલ્યની” પૂર્વભૂમિકા
“વિશ્વ વાત્સલ્ય”ના નિરતરના વાચકો ભાલ નળકાંઠા પ્રયોગની વાત શબ્દો દ્વારા સારી પેઠે જાણે છે. એમાં પાયે ગામડાં છે. પૂરક કસબા અને શહેરે છે. ગામડાંમાં જેમ ભારતીય સંસ્કૃતિનાં મૂળતો વિશેષ છે. તેમ શહેરોમાં એ મૂળતર વિશેષરૂપે બચ્યાં હોય તો તે મહિલા જાતિમાં અને મજૂરોમાં. બાકી તો ગાંધીજીએ કહ્યું છે તેમ “ગામડાંને ચુસીને આજનાં શહેરે ફાલ્યાં કૂલ્યાં હે; શેતાનના ચરખા જેવાં છે.” અમદાવાદનું મજૂર મહાજન ગુજરાતના મહાનગરમાં ગાંધીજીને હાથે એ દષ્ટિએ રચાયું હતું. જેમાંથી દેશદષ્ટિએ ઈન્દુક નામની સંસ્થા બની છે. ગામડામાં પણ પરિશ્રમ, આજીવિકાનાં સાધનનું ઉત્પાદન, શાન્તિ પ્રિયતા અને દેશની અહિંસક તાકાત ઈત્યાદિ કારણોથી ખેડૂતમંડળ રૂપી સંસ્થાની મહત્તા આ પ્રયોગમાં પ્રથમથી રહી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર ભારતની અને જગતની અજોડ વિભૂતિઓ છે. તેમાંયે મહાવીર પરંપરા અહિંસામાં સર્વોપરી રહી છે. એ પાયામાં લોકશક્તિ જ હતી. એ અન્વયે ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગો સૌથી વધુ રાજકીય ક્ષેત્રમાં અજમાવ્યા. તેઓ જાતે સંત, મહાત્મા, ધર્મપ્રિય અને આધ્યાત્મલક્ષી હોવા છતાં રાજકારણમાં પડયા; તે કઈ સત્તા માટે નહીં પણ દુનિયાની માનવજાતના સામાજિક જીવનમાં સત્ય-અહિંસારૂપ ધર્મને ભરવાના સાધનને કારણે પડ્યા. કોંગ્રેસ જો કે ભારતમાં પેદા થયેલી, પણ આખા વિશ્વના રાજકીય તખતા ઉપર શાન્તિમાં કિંમતી ફાળો આપે એવી સંસ્થા આ યુગે પ્રારંભથી થયેલી. તેથી તેમાં તેઓ સક્રિય ભળેલા. સ્વયંસેવકથી માંડીને ઠેઠ પ્રમુખપદ સુધી ગયેલા. પરંતુ આટલું તાદામ્ય સાધ્યા પછી તટસ્થતા સાધવા કે શું ? પણ ખરેખર બંધારણીય રીતે તેઓ પુનાના ઠરાવ, નિમિત્ત છૂટા પડ્યા. અને છતાં જિંદગીના અંત લગી કોંગ્રેસ સાથે અનુબંધિત રહ્યા. આથી બીજે નંબરે આ પ્રયોગમાં કોંગ્રેસને લેવામાં આવે છે. કોંગ્રેસમાં વિશ્વવિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com