________________
પ્રગટાવવા માટે વિશ્વવાત્સલ્યમાં પ્રતિકારક અને નિર્માણ અને શક્તિને સમન્વય સૂચવવામાં આવ્યો છે. વિશ્વવાત્સલ્યમાં અનિષ્ટને પ્રતિકાર અને ઈષ્ટને સ્વીકાર વ્યવહારૂ રીતે સચિત થાય છે તેમ સર્વોદયમાં થતાં નથી. મા બાળકને ભલા માટે, તેની ખરાબ પ્રવૃત્તિઓ અંગે નિર થાય છે, ત્યારે તેને માતૃત્વ લજાતું નથી. બલકે શોભે છે. તેના અંતરમાં તે બાળક પ્રતિ આત્મીયતા હોય છે. જે અંગે તે ( મા ) બાળકના ખરાબ કામ અગે, પિતાનાં બાળકને ઠપકો આપવા પ્રેરાય છે કારણ કે તેનું અંતર રડતું હોય છે. એ વાત્સલ્યની પ્રેરણાથી જ બની શકે છે. વિશ્વ વાત્સલ્યને સાધક પણ એવી જ રીતે બન્ને પાસાંઓ લઈને ચાલે છે.
તે સિવાય પણ સર્વ શબ્દ કરતાં વિશ્વ શબ્દ વધુ વ્યાપક છે. કારણ કે સર્વને અર્થ કયારેક એક કુટુંબ, એક સમાજ કે એક વર્તુળ પૂરત લેવામાં આવે છે. જ્યારે વિશ્વ શબ્દથી આખા વિશ્વનું ભાન થઇ જાય છે. વિશ્વના પાણી માત્ર ઉપરાંત બધા ધર્મો, રાષ્ટ્રો, જાતિઓ, કુટુંબ કે સમાજોને સમાજને સમાવેશ વિશ્વમાં થઈ જાય છે, એટલે જ વાત્સલ્ય શબ્દની પૂર્વે વિશ્વ શબ્દ જોડ્યો છે.
ઘણા લોકો કહેશે કે શું “અહિંસા” શબ્દથી વિશ્વવાત્સલ્યનું કામ ન થઈ શકે ? એને વિનમ્ર ઉત્તર એ છે કે અહિંસા શબ્દથી કેવળ હિંસાથી નિવૃત્ત થવાને ભાવ ઘોષિત થાય છે–તેમાં પ્રવૃત્તિ તરફ જવાનો પડઘે પડતું નથી. ત્યારે વિશ્વવાત્સલ્યમાં અનિષ્ટથી નિવૃત્તિ અને ઈષ્ટની પ્રવૃત્તિ-બને ભાવો સૂચિત થાય છે. સર્વપ્રથમ તે વિધવાત્સલ્યમાં પ્રવૃત્તિ સુચિત થાય છે પણ એ પ્રવૃત્તિને અનુરૂપ નિવૃત્તિનો ઘોષ પણ તે અંગે ઊંડી વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે. - આમ તે જૈન સાધુઓ અહિંસાનું પાલન કરે છે. તે છતાં તેમને અહિંસક કહેવામાં નથી આવતા પણ તેમને “વિશ્વવત્સલ” કહ્યા છે એટલે કે તેઓને છકાય (સંપૂર્ણ જીવસૃષ્ટિ)ના માતાપિતા, પીહર અને રક્ષક કહ્યા છે. તેઓ છ કાયની સાથે ઓતપ્રોત રહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com