________________
૩ર
જીવને સચિત્ત આહાર પણ ન લઈ શકે ! કોઈને કદિ કલ્પના પણ નહીં અને અહાર આપે નહીંપ્રભુ નિર્દોષ આહાર મેળવવા તપ કરીને ફરી રહ્યા છે એમ કોઈના મનમાં થાઈ જ નહીં!
અંતે, હસ્તિનાપુરના રાજા નેયાંસકુમારના મન ઉપર આ અવ્યક્ત આંદોલનને ઊંડો પડઘો પડ્યો. તેને વહરાવવાની ઈચ્છા થઈ. તે વખતે પાસે ઈ-(શેરડી) રસના ઘડા હતા. તે અચિત્ત અને કલ્પનીય આહાર હતું, તેણે તે વહેરાવવાની ભાવના કરી અને ભગવાન અષભદેવે શેરડીના રસથી વર્ષીતપનાં પારણું કર્યા. આ રીતે સંસ્કૃતિના આદિકાળમાં વિશ્વાત્સલ્યનું ખેડાણ થયું.
બીજી બાજુ માતા મરૂદેવીને ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારથી કુટુંબ-વાત્સલ્યના કારણે ચિંતા થતી કે “મારો ઋષભ ક્યાં રહેતો હશે ? શું ખાતો હશે? કયાં સૂતા હશે !” એ ચિતામાં તેમના બાર માસ નીકળી ગયા. ખાવા-પીવાનું ભાવે નહીં, ઉંઘ રાત્રે આવે નહીં. એકવાર માતા મરૂદેવીએ સાંભળ્યું કે ભગવાન ઋષભદેવ અયોધ્યામાં આવ્યા છે. ત્યારે માના વાત્સલ્ય પ્રેરાઈને તેઓ પ્રભુને જેવા હાથી ઉપર નીકળ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે એક મોટી પરિષદ ભરાઈ છે! તેમાં સ્ત્રી-પુરૂષ, દેવી-દેવે જ નહીં, પશુપંખીઓ પણ બેઠાં છે. આ જોઈને માતા વિચાર કરે છે: “અરે હું તે ઋષભની ચિંતા કરૂં પણ એ તે જગતના પ્રાણી માત્રની ચિંતા કરે છે. એ પ્રાણીઓ પ્રતિ કેટલો વહાલ રેડી રહ્યો છે ! એને તો કોઈ વસ્તુની ચિંતા લાગતી જ નથી. તે પિતાની મસ્તીમાં છે. મારે પણ સીમિત કુટુંબ-વાત્સલ્ય મૂકીને વિશ્વપ્રતિ વાત્સલ્ય રેડવું જોઈએ.”
આમ મરૂદેવી માતાનું વાત્સલ્ય જે કુટુંબ સુધી સીમિત હતું તે અસીમ વિશ્વપ્રતિ વહેવા માંડે છે. ભગવાન ઋષભદેવથી તેમને વિશ્વવાત્સલ્યની પ્રેરણું મળે છે. અને તેમને ત્યાં જ પૂર્ણ આત્મજ્ઞાન થઈ જાય છે.
સમાજવાત્સલ્યથી વધીને વિશ્વવાત્સલ્યની સાધના ગૃહસ્થ જીવનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com