________________
અપ્રમાણિક સંપત્તિના દાનની પ્રતિષ્ઠા
શા માટે નહીં? બળવંતભાઈ : (બે પ્રશ્નોમાંને પહેલો પ્રશ્ન) અપ્રમાણિકતાથી મેળવેલી સંપત્તિમાંથી દાન કરનાર પ્રાયશ્ચિત કે કર્તવ્યભાવે આપે તે તે સ્વીકારવાથી, અપ્રમાણિક્તા એનામાં ટકી રહે પણ અપ્રમાણિકતાને સામાજિક પ્રતિષ્ઠા મળે નહીં એટલું જ ને?
આ અંગે બીજા સભ્યએ છણાવટ કરી હતી કે –
એક વાર દાતા તરીકે, કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે આપનાર દાનને સામાજિક પ્રતિષ્ઠા મળે તે સમાજ સાવધાન બને છે, અને
એ રીતે શોષણ કરીને વગર પશ્ચાતાપે કે કર્તવ્યભાવ વગર કરેલ દાનને પ્રતિષ્ઠા કે તે અનિષ્ટને ઉત્તેજન મળતું નથી. તેથી તે વધતું નથી. એ સાથે અનિષ્ટના પ્રતિકારની પ્રક્રિયા ચાલુ રહે છે જેથી અપ્રમાણિકતાને વ્યકિત છોડે તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. તેને એમ થાય છે કે દાતા તરીકે મને પ્રતિષ્ઠા મળતી નથી તો પછી પ્રમાણિક બની દાન કરી શા માટે કૃતાર્થ ન થાઉં! ઘણું સારી વ્યક્તિઓ સંસ્થામાં હોય તે તે
સંસ્થાને શા માટે ના પ્રશંસની બળવંતભાઈ –(બીજો પ્રશ્ન) કેટલીક સંસ્થાઓમાં ઘણું સારી વ્યક્તિ હોય છે તે તેવી સંસ્થાઓની શા માટે ની પ્રશંસા કરવી?
આ અંગે છણાવટ કરતાં સાર નીકળે કે વ્યક્તિઓ કરતાં સંસ્થા મુખ્ય છે. આ યુગમાં વ્યક્તિ કરતાં સંસ્થાનું મહત્વ વધારે છે અને તેથી ગુણે ઘડાએલી સંસ્થાની પ્રશંસા કરવી જોઈએ.
દેવજીભાઇ -ઓસવાળ ભાઈઓની એક સભા ઘાટકોપરમાં થઈ. તેમાં હું હાજર હતા. ત્યાં ભચાઉ ખેડૂત મંડળને દાન આપવાની . વાત મેં રજુ કરી. લોકો ખેડૂત મંડળના કાર્યને જાણતા હતા એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com