________________
૩૬૯
પં. જવાહરલાલ નેહરૂએ ૧૯૩૩ થી ૧૯૬૧, આમ અઠ્ઠાવીસ વરસે કેગ્રેસ પાસે આ વાત કબૂલ કરાવી. આ રીતે કોંગ્રેસને તેમણે પિતાનું વાહન સિદ્ધ કરી આપ્યું.
શ્રી ઢેબર કોંગ્રેસ પ્રમુખ તરીકે આવ્યા. ત્યારે તેમને લાગ્યું કે સ્થાપિત હિતેની પકડતો છે જ. નગરના લોકો કોંગ્રેસમાં વધારે આવે છે એમ પણ તેમણે જોયું. આથી કોંગ્રેસ નગરપ્રધાન બની છે. હવે જે ગ્રામપ્રધાન બને તો સારું. એ માટે એમણે ગામડાંમાંથી પ્રાથમિક સમિતિ અને લગભગ વીશ હજારની વસતિમાંથી એક મંડળ સમિતિ બને તેમ વિચાર્યું. શહેરમાં પણ એ જ રીતે મંડળ સમિતિઓ આવી. જે કે જે લોકો કોંગ્રેસમાં અડ્ડો જમાવીને બેઠા છે તેવા લોકોએ કોંગ્રેસ બંધારણમાં આવેલા આ પાયાના નવા સુધારાઓ અમલમાં ન આવે તે માટે ભરચક પ્રયત્ન કરી તેને પૂરી સફળતા મળવા દીધી નથી; તે છતાં યે કોંગ્રેસને અને દેશને મળેલી આ એક અભૂતપૂર્વ ભેટ છે.
કોંગ્રેસમાં આ રીતે જોતાં પરિવર્તનશીલતાનું ખમીર રહેલું છે. માત્ર એને પૂરેપૂરા દૂરદેશી અને દીર્ધદર્શી નેતાઓ મળવા જોઈએ. પંડિત જવાહરલાલ નેહરૂ પંચવર્ષીય યોજના આપી દેશને પિતાની રીતે ઘડી રહ્યા છે. સત્તાના વિકેન્દ્રીકરણ તરફ લઈ જવા પંચાયતીરાજ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અલબત્ત, જ્યાં લગી ગામડાંમાંથી નીચેથી ઘડાઈને જનશક્તિ ઉપર નહીં આવે ત્યાં લગી ઉપરથી આવેલું પંચાયતી રાજ કાં તો સત્તાની મૂળ ચાવી પિતાના ગજવામાં રાખીને એટલે કે–રાજ્યના આશ્રિત રહીને આવશે. એનાથી સાચો અર્થ સરશે નહીં. અથવા, ગામડાને કુલ સત્તા આપવામાં આવે તો પણ, તેમાં દાંડ, માથાભારે કે અનિચ્છનીય તો જ ઉપર આવી જશે. એટલે કે ધરમૂળથી નવી અને શુદ્ધ નેતાગીરી ઊભી કરવાની નીચેથી જ જરૂરી છે એ વાત દબાઈ જશે.
હવે સંત વિનોબા તરફ આવીએ. સંત વિનોબાજીને હું ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com