________________
૩૬૫
શેરીઓ ગંદા છે, એટલે જાતે સફાઈ શરૂ કરી. એથી ઘણું લોકે ખુશ થયા. ત્યારબાદ ગાંધીજી કોંગ્રેસમાં દાખલ થઈ શક્યા.
ગાંધીજીનો વિનય નમ્રતાના અર્થમાં આવ્યો પણ એના કારણે સિદ્ધાંતના પાયાના સવાલમાં નમતું મૂકવું એ તેમણે કદિ ન સ્વીકાર્યું. એમણે સેવા-વિનય અને સત્ય એ ત્રણથી કદિયે વેગળા ન રહેવાને નિશ્ચિય કર્યો. આ પછી પણ તેમણે પોતાના વિચારો કોંગ્રેસમાં દાખલ કરાવવા માટે જરા પણ ઉતાવળ ન કરી, તેમણે એના પ્રયોગ કર્યા. તેઓ આખું હિંદ ફર્યા. તે વખતે ચંપારણમાં ગળીના કારખાનાના મજૂરોની લડત ચલાવી, સાથોસાથ બિહારના ખેડૂતોને ત્રાસ મટાડ્યો. અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના કરી મજૂર અને મિલ-માલિકના ઝઘડા દૂર કર્યા. નમક-કર માટે લડત ચલાવી દાંડીની ઐતિહાસિક કૂચ કરી. તેમાં ખેડૂતોને પણ લીધા. આથી તેઓ લોકોના અને કોંગ્રેસના વિશ્વાસપાત્ર બની ગયા. ત્યાર પછી ગાંધીજીએ કોંગ્રેસને ઢઢળી અને જણાવ્યું : “જે મારે કોંગ્રેસને વાહન બનાવવી હોય તે, એને શક્તિશાળી બનાવવી જોઈએ અને એમાં જે ત ખૂટે છે તે ઉમેરવા માટે પુરૂષાર્થ કરવો જોઈએ. એટલે વિરોધી વલણ ધરાવતા લોકોને પણ ગાંધીજીએ એક સૂત્રતામાં બાંધ્યા. લોકસંપર્ક વધારવા માટે તેમણે કોંગ્રેસી-કાર્યકરોને કાર્યક્રમો આપ્યા. આમ કોંગ્રેસને શકિતશાળી બનાવવાને તેમને પ્રયાસ સફળ થયું. પણ તેમને હજુ નિષ્ઠાને તાગ મેળવો હતો. એટલે તેમણે રજૂ કર્યું કે “કાંતે તે પહેરે ! આ આજની રાષ્ટ્રિય એકતા માટેની મૂળભૂત વસ્તુ છે. એને ન માને તે નીકળી. જાય.” કેટલાક તે વખતે કોંગ્રેસમાંથી ખસી પણ ગયા. આ પછી કેંગ્રેસમાં ઘણું ઉતાર-ચઢાવ આવ્યા. તપ, ત્યાગના ઘણા કાર્યક્રમ આપી બાપુએ એ સંસ્થાને ઘડી; અને તેને સત્ય-અહિંસાની દિશામાં ગતિશીલતા આપી.
આ પછી ગાંધીજી એક ડગલું આઘળ વધ્યા. તેમણે પૂનાના કોંગ્રેસ અધિવેશન વખતે કેંગ્રેસના બંધારણમાં “સત્ય-અહિંસા” શબ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com