________________
૩૬૪
[૨]
શ્રી દુલેરાય માટલિયા સર્વોદયના રાજનૈતિક દૃષ્ટિકોણ વિષે અત્યાર સુધી જે વાત થઈ તેના અનુસંધાનમાં જણાવવાનું કે ‘સર્વોદયને ઘડનાર ગાંધીજી હતા. એટલે ગાંધીજીને દૃષ્ટિકોણ શું હતું તે જાણવું જરૂરી થશે.
ગાંધીજી જ્યારે આફ્રિકામાંથી એક પ્રયોગ કરીને ભારતમાં આવ્યા ત્યારે અહીં ઘણું અલગ અલગ વર્ગો હતા. એક હિંસાધારા ક્રાંતિમાં માનનાર વર્ગ હતો. બીજી હિંદુ મહાસભા હતી. ત્રીજી મુસ્લિમ લીગ. જેથી વિનીત વર્ગ. પાંચમ તિલક ગેખલે વ. ને સ્વરાજ્યવાદી દષ્ટિકોણવાળે વર્ગ. આમ જુદા જુદા વર્ગો હતા. સમાજવાદી પણ કામ કરતા હતા. એમણે એમ ન વિચાર્યું કે એ બધા વર્ગો સરખા છે. જો કે તેઓ બધા સાથે હળતા, મળતા અને સ્નેહ રાખતા. કોંગ્રેસમાં પણ ક્રાંતિવાદી, વિનીત અને મવાલ વગેરે વિચારતા લોકે હતા. એમની પાસે ગાંધીજીએ માંગણી કરી કે “મને પ્રયોગ કરવાની તક આપે !” પણ બધાય વિચારના લોકોને ગાંધીજી ઉપર વિશ્વાસ શી રીતે બેસે? વિશ્વાસ બેસાડવા માટે વિનય અને સેવા જોઈએ! સાથે સાથે બહુમતિ પણ જોઈએ. તે સમયની કોંગ્રેસમાં, મોતીલાલ નેહરૂ જેવા વિદ્વાન હતા, તિલક જેવા “સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે" એમ કહેનારા પણ હતા. ઝીણું સાહેબ જેવા વિનંતિ કરીને ચાલનારા પણ હતા. આ બધાને સમજાવવા કઈ રીતે?
ગાંધીજીએ વિનય અને સેવાના સત્ર ચાલુ કર્યા. તેમણે પિતાના સ્થાન કે ખાનની પરવાહ કર્યા વગર, સહુથી પહેલાં તે વખતના પ્રમુખશ્રીને ફાઈલ કાઢી આપવી, બટન લગાડી દેવા અને એકિસ-રેક વગેરે વ્યવસ્થિત કરી દેવી, તેમનાં વ્યાખ્યાને લખી આપવા અને નેધ પણ કરી આપવી, આ બધી સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. આમ તેમણે મુરબ્બીઓનાં મન જીતી લીધાં. પછી તેમણે જોયું કે રસ્તાઓ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com