________________
૩૬૦
સંગઠન દ્વારા નહીં કરવાને લીધે, ગ્રામપંચાયતમાં માથા ભારે કે દાંડ તો કે તક્નાદી લોકો પસી જવાને ભય છે અને રહેશે. રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું અને પંચાયત ઊભી કરવામાં આવી, પણ ત્યાં અનિચ્છનીય તએ પગપેસારો કરી લીધો. બીજી તરફ પંચાયતનું નિયંત્રણ તો સરકારના હાથમાં જ રહ્યું એટલે લોકનીતિ કયાં રહી ? લોકોનું ઘડતર ન હોય અને સત્તા, ગ્રામ પંચાયતના હાથમાં સોંપવામાં આવે તે દાંડ ત ઘૂસી જતાં લોકનીતિના નામે દાંડ-નીતિ ચાલ્યા કરે. એટલે જ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં પ્રજાનું ઘડતર જન–સંગઠન (એટલે ગામમાં ગ્રામસંગઠન શહેરમાં મધ્યમવર્ગો તથા ભાતૃસમાજ સંગઠન) કરે અને એવાઓનું પ્રતિનિધિત્વ ગ્રામ પંચાયતમાં તથા સહકારી મંડળીઓમાં રાખવામાં આવ્યું છે, તેમજ શુદ્ધિ દ્વારા લોકઘડતરની પ્રક્રિયાને ચલાવવાને ભાર પ્રાયોગિક સંધ ઉપર મૂકવામાં આવેલ છે.
સર્વોદયને જે બીજો વિચાર અગાઉ મૂકાયો હતો તે છે: કેન્દ્રીય (રાજ્ય) સરકાર પાસે ઓછામાં ઓછી સત્તા રહે.” ઘણુ રીતે એ વાત બરાબર લાગે છે કે રાજ્ય સરકાર ગજા બહારનાં ક્ષેત્રે ઉપાડે તે કાંતે એ તૂટી પડે અથવા દરેક ક્ષેત્રમાં તે કાર્યક્ષમ ન બની શકે. પણ એ સત્તા ઓછી કરાવવા માટે કે જ્યાંથી એની સત્તા ઓછી કરાવામાં આવે એ ક્ષેત્રે કોણે હાથમાં લેવાં? એના અંગે ન તે કોઈ કાર્યક્રમ ઘડાયો છે કે નથી તેની આછી રૂપરેખા પણ આપવામાં આવી. તે પછી સત્તા કઈ રીતે ઓછી થઈ શકે ?
આના સંબંધમાં વિશ્વાત્સલ્ય-પ્રયોગ માને છે કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે લોકસંગઠન પાસે, સંસ્કૃતિ અને શિક્ષણનાં ક્ષેત્રે જનસેવક સંગઠને પાસે તેમજ માત્ર રાજકીય ક્ષેત્ર સરકાર પાસે રહેવાં જોઈએ. જનસંગઠનેએ ગ્રેસનું–રાજ્ય સંગઠનનું માતૃત્વ સ્વીકારવું જોઈએ. આના સંદર્ભમાં વિશ્વ વાત્સલ્ય અહિંસક પ્રગો ભાલ નળકાંઠ પ્રદેશમાં કર્યા છે અને ઉપર કહેલાં ચાર અન્ય ક્ષેત્રે-સમાજ, અર્થ, સંસ્કૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com