________________
૩પ૯
અલગ છે. રાજ્ય-મર્યાદા અને લોમર્યાદા બન્નેમાં ફરક હેઈને રાજનીતિ અને લોકનીતિ એમ બે ભેદ કરીએ તે પણ બન્ને સાપેક્ષ છે. જ્યાં સુધી રાજ્યની જરૂર છે ત્યાં સુધી તેને સુરાજ્ય બનાવવા લોકોનું રાજનૈતિક દૃષ્ટિએ ઘડતર થવું જોઈએ; અને તે ઘડતર નૈતિક ગ્રામ-સંગઠન દ્વારાજ થઈ શકે. લોકનીતિની રાજનીતિ ઉપર અસર થવા માટે રાજ્યની શુદ્ધિ અને પુષ્ટિ બને કામ પણ સાથે સાથે થવા જરૂરી છે. એ જરૂરી નથી કે એના માટે સત્તા કે હેદ્દા લેવા જોઈએ. શુદ્ધિ માટે ભાલનળકાંઠા પ્રાયોગિક સંધ (રચનાત્મક કાર્યકરોની સંસ્થા) પ્રેરણા આપે છે. અને જ્યાં રાજ્ય કોઈ લોકહિત વિરોધી કાયદા બનાવતું હોય ત્યાં પ્રેમપૂર્વક વિરોધ અને શુદ્ધિ પ્રયોગ કરે છે. એટલું જ નહી રાજકીય ક્ષેત્રમાં–આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આ રાજ્ય સંગઠન (કોંગ્રેસ) સારી રીતે કામ કરી શકે, સંસ્થાવાદને દૂર કરવા માટે પ્રયત્ન કરી શકે તે હેતુથી મતદાન દ્વારા કોંગ્રેસ (રાજ્ય સંગઠન) ને નિશ્ચિત બનાવી પૃષ્ટિ કરે છે. જ્યારે જ્યારે આવી સંસ્થા ઉપર આફત આવે ત્યારે પૂરેપૂરી મદદ કરે છે. આનેજ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં પ્રેરક-પૂરક બળ કહેવામાં આવે છે. પ્રેરકબળ છે પ્રાયોગિકસંધ અને પૂરકબળ છે ગ્રામસંગઠન.
લોકોને ઘડવાની કે રાજ્યને લોકો અને લોકસેવકો દ્વારા ઘડવાની જવાબદારી જ્યાં સુધી સર્વોદયના આજના પ્રેરક ઉપાડતા નથી; ત્યાં સુધી સર્વોદયની બધી વાતો ક૯૫ના જેવી લાગ્યા કરશે. ત્યારે વિશ્વ વાત્સલ્યના પ્રેરક એ વસ્તુને પિતાની જવાબદારી માને છે. રાજનીતિને ઘડવા જતાં તેના અનિષ્ટો ચૂંટશે એમ માની સર્વોદય સંત અને કાર્યકરે દૂર ભાગે છે. આવી પલાયનવાદી વૃત્તિ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં નથી. સરકાર ન જોઈએ એમ કહેવાથી સરકાર ખસવાની નથી. ઉલટું શુદ્ધિ અને ઘડતર પ્રત્યેની ઉપેક્ષાથી અનિચ્છનીય તો પેસી જવાના, તે સર્વોદય માટેજ ભારી પડવાના”
એવીજ વાત ગ્રામપંચાયતની થઈ છે. સત્તાનાં વિકેન્દ્રીકરણ માટે ગ્રામ પંચાયતની વાત સારી હતી પણ ગ્રામનું નૈતિક ઘડતર ગ્રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com