________________
સંત વિનોબાજી અગાઉ કહેતા : “હું ગાંધીજીની કાંધે બેસવાથી નવું અને જૂનું બને જોઈ શકું છું.” પણ જ્યારે તેમણે તંત્ર-મુક્તિને કાર્યક્રમ મૂકે ત્યારે તેમને કહેવું પડયું : “ગાંધીજી સંસ્થાએ સ્થાપતા અને વિસર્જન પણ કરતા. એ સંસ્થાઓ વચ્ચે રહીને તેઓ તેમની તકેદારી બરાબર રાખી શક્તા પણ મારામાં એ શકિત નથી.”
આમ કહેવાનું કારણ તેમના વૈદિક સવિશેષે વેદાંતના સંસ્કાર છે. એટલા માટે જ જ્યારે જ્યારે તેમની સંસ્થાઓમાં કાંઈ અનિષ્ટ થાય કે ગોટાળા થાય ત્યારે ત્યારે તેમાં ઊંડા ઊતરી, કારણ તપાસીને દૂર કરવાનું તેમનાથી થતું નથી. ઊલટું તેઓ કંટાળીને કે એ અનિષ્ટોને ચેપ અમને લાગી જશે એ બીકે સંસ્થાથી છેટા રહે છે. એ સંસ્થાઓની શુદ્ધિ કરવા અને નિલેપ રહીને એમાં પેસેલાં અનિષ્ટોને નિવારવા પ્રયત્ન કરતા નથી. સંસ્થામાં દોષપ્રવેશનો જ ઉલ્લેખ કર્યા કરે છે, અને નવી સંસ્થાઓની સ્થાપના કરવી પસંદ કરતા નથી. એની વિરહમાં તેમણે તંત્ર-મુક્તિને (સંસ્થા ઉત્થાપનને) કાર્યકમ મૂક્યો છે. આનું પરિણામ એ આવ્યું છે કે જૂની રચનાત્મક સંસ્થાઓ તૂટી જાય છે; નથી ઘડાતી નથી તેમ જ જૂના રચનાત્મક કાર્યકરને પણ નવા તવાદી કાર્યકરોના કાર્યોથી બદનામ થવું પડ્યું છે. અને ભૂદાન કાર્યક્રમ જે સરળ અને સફળ લાગતા હતા તે પાર પડવાના બદલે મુંચવાતા જાય છે.
એની વિરૂદ્ધમાં વિશ્વ વાત્સલ્યના પ્રયોગો અંગે પણ ચકાસણું કરી જોઈએ. વિશ્વ વાત્સલ્ય સુસંસ્થામાં માને છે. સારા સંગઠનમાં તેને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે સંસ્થા છે ત્યાં ધનસંગ્રહ અને જનસંગ્રહ જોશે એમ માને છે. એ સાથે વહીવટ અને જનઘડતરની આવશ્યકતા સ્વીકારે છે કારણકે તેના અભાવે કાર્યકરે અને જનતાનું ઘડતર ન થઈ શકે; તેમજ વ્રતોને આચરણમાં ન મૂકી શકાય. આટલું બધુ કરતાં યે અટપટા પ્રશ્નો આવે ત્યારે વિશ્વ વાત્સલ્યને પ્રાગકાર કંટાળતો નથી. તે લવાદી કે શુદ્ધિપ્રયોગથી તેને ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે; એથી પ્રજાનું અને પ્રજાસેવકોનું ઘડતર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com