________________
૩૨૮
એટલે સાતત્ય અને નિયંત્રણ ન થઈ શકયાં. કાર્યકરે પણ ભૂદાન અંગે વિનોબાજીની રીતે જ કાર્ય કરતા ગયા. જે ભૂમિ દાનમાં મળી તેની
ધ તે રહી પણ તેની વ્યવસ્થા ન થઇ. મૂળ તે તેમણે કોઈ જનસંગઠન સાથે ભૂદાનને અનુબંધ ન જોડ્યો. બીજી તરફ આ કાર્યક્રમ માટે તેમજ કાર્યકરના નિર્વાહ માટે ગાંધી સ્મારક નિધિની મદદ મળતાં; જેમણે કદિ દેશસેવામાં ભોગ નહેતો આપે તેવા ઘણખરા અણઘડ લોકે કાર્ય કરવા માટે નહીં, પણ રોજીનું સાધન સમજીને જોડાયા. તેઓ મરછમાં આવે તેમ ખર્ચ કરવા લાગ્યા કારણકે કોઈ નિયંત્રણ ન હતું. આ અનિષ્ટનું નિરાકરણ કરવા માટે કોઈ ઉપાય કે વ્યવસ્થા વિચારવાના બદલે વિનોબાજીએ નિધિ મુક્તિનું આંદોલન ચલાવ્યું; એટલે કાર્યકરે ઓછા થતા ગયા અને ભૂદાન આંદોલનની ને પણ એછી થવા લાગી. ભૂદાન કાર્યક્રમના અન્વયે તેમણે જીવનદાન આદેલન ચલાવ્યું. એમાં ઉચ્ચ કક્ષાવાળા સાધકને બદલે અથવા તે વાનપ્રસ્થ જીવનવાળા લોકોને બદલે પ્રાયઃ બાળબચ્ચાંવાળા અયોગ્ય માણસો દાખલ થયા. જેમના ખર્ચ માટે બસો-અઢીસોના પગાર ગાંધી સ્મારકનિધિ મારફત અપાવ્યા અને ક્યાંક સંપત્તિદાનથી અપાવ્યા. આવા પેટ માટેના સેવકોમાં સેવાની ભાવના ન હોવાથી જીવન-દાનને કાર્યક્રમ પણ અસફળ જે જ રહ્યો. '
ગાંધીજીના સમયમાં રચનાત્મક કાર્યકરો સંસ્થા સાથે અનુબંધ રાખીને કાર્ય કરતા હતા. તેમને ભૂદાન કાર્યમાં જોડાવા અને તે સંસ્થાનું કામ છોડવા વિનોબાજીએ તંત્ર-મુતિને કાર્યક્રમ મૂળે. પરિણામે ભૂદાન સમિતિઓ તે વિસર્જિત થઈ એટલું જ નહીં, એની સાથે ઘણા અનુભવી કાર્યકરો છૂટા થતાં, સંસ્થાનું કામ ખેરભે ચડ્યું. પરિણામે ગાંધીજીની જે સર્વાગી અને સર્વક્ષેત્રસ્પર્શી દષ્ટિ હતી તે ન રહી અને જે સર્વાગી રચનાત્મક કાર્ય થવું જોઈતું હતું તે અટકી પડ્યું. અનિષ્ટોમાં સંસ્થાની વિરુદ્ધ વ્યક્તિવાદ જાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com