________________
૧૫
રાજનીતિ ન જોઈએ પણ લોકનીતિ જોઈએ એવી વાત આજે સર્વોદયમાં થાય છે. એ તેજ બની શકે કે કાંતે સર્વોદયશાહી ઊભી થાય; અગર તો એ પહેલાં જે શાસન છે તેને શુદ્ધ કરાય, બદલાય કે હઠાવાય. કેવળ તેની ઉપેક્ષા કરવાથી તે હઠી જવાનું નથી; અને તેથી લોકનીતિ પણ નહીં આવે. સર્વોદય સંસ્થા સત્તા ન લે કે હેદા ન લે પણ રાજનીતિની ઉપેક્ષા અને હિંદની આજે સારામાં સારી ગણાતી સંસ્થા કેગ્રેસને સમર્થન ન કરવાની નીતિથી; રાજનીતિમાં વધારે ને વધારે સડે પેસતો જાય છે. જેમ ગૂમડું પગમાં થયું હોય પણ તેની વેદના આખા શરીરને ભેગવવી પડે તેજ રીતે આ સડ વધતાં તે. સર્વોદય ને પણ ભારીજ પડશે.
લોકનીતિ કંઈક એકાદ વ્યકિતના ઉત્સર્ગથી નથી આવવાની. એના માટે તે પ્રજાને રાજકારણથી અતડી રાખ્યા વગર લોક સંગઠને ઊભાં કરી; બધા ક્ષેત્રના રોજબરોજનાં પ્રશ્નો ઉકેલવા પડશે અને લોકોનું ઘડતર કરવું પડશે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે બધાયે ક્ષેત્રે રાજ્ય તાબે કર્યા છે તે તેની પાસેથી લેક સંગઠને અને લોકસેવક સંગઠનના નૈતિક દબાણથી પાછાં લેવાં પડશે તો જ લેકનીતિ પ્રગટી શકશે અને ટકી શકશે.
શાસન નિરપેક્ષ સમાજ અંગે સંત વિનોબાજીએ રાજ્યની જરૂરત ઉપર બોલતાં કહ્યું છે કે, જેમ ખતરો આવતા રેલવેમાં સાંકળની જરૂર પડે એમ ખતરે આવે ત્યારે જ રાજ્યની જરૂર છે. પણ એના માટે પ્રજાનું પિતાનું નૈતિક સંગઠન થવું જોઈએ અને પ્રજાસેવક સંગઠન તૈયાર થવું જોઈએ. રાજ્યને અને જનસંગઠનેને પ્રજાસેવક સંગઠનની પ્રેરણું બરાબર મળતી રહેવી જોઈએ તેમજ સમાજ, અર્થ, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રે રાજય પાસેથી દૂર થઈ આ જનસંગઠને કે નૈતિક જનસેવક સંગઠને પાસે જવાં જોઈએ. નહીંતર ડગલે ને પગલે રાજ્ય દરેક કાર્યમાં ડખલગીરી કર્યા જ કરશે ત્યારે કેવી રીતે નિરપેક્ષતા રહી શકશે ? [ આ અગે મધ્યપ્રદેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com