________________
હેય, ગુંડાએ ગૂંડાગીરી કરતા હોય; ત્યારે “હું તટસ્થ છું” એમ કહીને કંઈ પણ કર્યા વગર બેસી રહેવું એ તે તદ્દન નિર્માલ્ય ભાવના છે. શકિત હોવા છતાં અનિષ્ટ પ્રતિ આંખ આડા કાન ન કરવાં અને હું તે તટસ્થ છું એમ કહીને બેસી ન રહેવું જોઈએ; પણ એને દૂર કરવા સક્રિય પ્રયત્ન કરવો જોઈએ.
અહીં ગાંધીજીએ મિલમાલિકો અને મજૂર વચ્ચે અમદાવાદમાં જે ઘર્ષણ થયું તેનું સમાધાન કરાવ્યું તેને દાખલો ટાંકી શકાય છે. તેમણે “મારે શું” એમ કહીને બેસી રહેવું યોગ્ય ન ગયું પણ જાતે જઈ વચમાં પડ્યા અને બન્નેનું સહિયારું સંગઠન ઊભું કર્યું. એને સાચી મધ્યસ્થતા કહી શકાય.
સામાજિક જીવનનાં મૂલ્યો બગડતાં હોય, સંસ્કૃતિનાં તો નષ્ટ થતાં હોય ત્યારે વિશ્વ વાત્સલ્યને સાધક શી રીતે ચૂપ રહી શકશે ? માધ્યશ્ય ભાવનામાં જ્યાં સુધી કાર્ય ને સક્રિય રૂપે પ્રગટાવવામાં ન આવે તો તે પણ પંગુ જ ગણાશે. માધ્યશ્ચ ભાવનાની સક્રિયતા તે સારા નરસાં તોમાં સારાં તને તારવી તેને ઉત્તેજન આપવું અને નરસાં તો દૂર થાય તેવો પ્રયત્ન કરવામાં રહેલી છે. એક રીતે એણે સમાજની અદાલતમાં સાચો ન્યાય કરવાને છે.
કેટલાક એમ કહેશે કે આમ તો (ખરાબ લોકોની પ્રતિષ્ઠા તેડવાથી) ખરાબ લોકોનું મનદુઃખ થાય છે તેથી વિશ્વ વાત્સલ્ય સાધના અટકે છે પણ આમ માનવું એ ભૂલ ભરેલું છે. એક ડૉકટર છે. તેને દર્દીનું ઓપરેશન કરવાનું છે. જો તે એમ માને કે ઓપરેશન કરવાથી દર્દીને દુઃખ થશે તેને ચેપ મને લાગશે તો તે ઓપરેશન નહીં કરી શકે. એવી જ ભૂલ અનિષ્ટોનો પ્રતિકાર કરવાથી આપણામાં અનિષ્ટ આવશે, એમ સમજવામાં છે. સમાજમાં કે રાજ્યસંસ્થામાં જ્યારે અનિષ્ટને સડે પ્રસર્યો કે પ્રસરતો હોય ત્યારે તે સડાની શુદ્ધિ માટે સમાજના જવાબદાર સાધકને તે અનિષ્ટકારને અડવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com