________________
૩૧૦
વૈદિક ધર્મમાં રવસ્તિ મંત્ર તેમજ બીજા આશીર્વચનોમાં સર્વોદયની ભાવના છે પણ આ ભકમાં તે તેના ઉચ્ચતમ સ્વરૂપે છે –
सर्वेभवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वेभद्राणि पश्यन्तु, मा कश्चिद दुःखमाप्नुयात्र।
બધા સુખી થાઓ! બધાય નિરોગી થાઓ ! બધાય બધાનું કલ્યાણ જુઓ! કોઈ દુખી ન થાઓ !
જૈન ધર્મના મહાન આચાર્ય સમંત ભદ્દે તીર્થંકર સ્તુતિ કરતાં કહ્યું છે –
"सर्वापदामन्त कर निरन्तं सर्वादयं तीर्थमिदं तवैव ।"
આપનું તીર્થ (સંધ) શાશ્વત અને બધીય વિપદાને અંત કરનાર છે. અર્થાત કે દુઃખને હરનારૂં છે, સર્વોદય કરનાર આપનું તીર્થ છે.
અત્યારસુધી સર્વોદય વ્યક્તિગત વિચારની વસ્તુ હતી તેને ગાંધીજીએ સામુદાયિક વિચાર અને સંગઠને દ્વારા સક્રિયરૂપ આપીને આચારની વસ્તુ બનાવી. આ તે સર્વોદયનું સ્વરૂપ ગાંધીજીની હયાતી સુધી હતું. સર્વોદયનું નવું સ્વરૂપ:–
મહાત્મા ગાંધીજીના અવસાન બાદ, સન ૧૮૫૧ થી સર્વોદયે” નવું સ્વરૂપ લીધું અને નવી પૂરી પકડી. સંત વિનોબાજીએ સર્વોદય મંચ ઉપરથી, પોચમપલીન ગ્રામથી ભૂદાન ગંગા પ્રગટાવી. તેમણે ભૂદાન વગેરે જે જે કાર્યક્રમો આપ્યા તેને હવે પછીના પ્રવચનમાં વિચાર કરવામાં આવશે પણ વિનોબાજીના વ્યકિતત્વ ઘડતરની શી અસર સર્વોદય ઉપર પડી? તે અહીં જોઈ જઈએ.
વિનોબાજીની પિતાની પ્રકૃત્તિમાં વેદાંતના સંસ્કાર છે; તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com